પ્લેટો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ISBN ક્રમાંક
વિસ્તાર
લીટી ૬:
 
==જીવન==
પ્લેટોનો જન્મ એટિકાના દરિયાકિનારે આવેલા એજિના નામના ટાપુમાં ઈ. સ. પૂર્વે ૪૨૭માં [[ગ્રીસ]]માં થયો હતો. તેમના પિતાનું નામ એરિસ્ટોન અને માતામું નામ પૅરિક્ટીઓન હતુ, તથા તે બંને એથેન્સવાસી હતા. પ્લેટોને બે મોટાભાઈ અને એક મોટા બહેન હતાં. પ્લેટોની બે-ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા એરિસ્ટોનનું અવસાન થતાં, માતા પૅરિક્ટીઓને પાયરીલેમ્પ્સ નામના રાજપુરુષ સાથે પુરર્લગ્ન કર્યું હતું. પ્લેટોના પૂર્વજોએ એથેન્સના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પ્લેટોનું મૂળ નામ તેમના દાદા એરિસ્ટોક્લીઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્લેટો નામ તેમના દેખાવ પરથી પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાને લીધે પ્લેટો (Plato = વિશાળ) એવા નામે તેમને બોલાવવામાં આવતા હતા. તેથી આ જ હુલામણું નામ આખરે કાયમી બની ગયું.<ref name=Patel2017>{{cite book |last=પટેલ |first=નરસિંહભાઈ બી. |title=પ્લેટોનું રિપબ્લિક |year=૨૦૧૭ |edition=ચોથી |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય |location=અમદાવાદ |pages=૨-૧૦ |isbn=978-93-85344-97-8}}</ref>
 
==તત્ત્વજ્ઞાન==
પ્લેટોના પુરોગામીઓએ કોઈ પણ એક સમસ્યા વિશે ચિંતન કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે પ્લેટોએ લગભગ દરેક સમસ્યાને પોતાના ચિંતનમાં આવરી લીધી હતી. પ્રાચિન તત્ત્વચિંતકો પૈકી માયલેશિયન સંપ્રદાયના અનુયાયીઓએ સૃષ્ટિના ભૌતિક તત્ત્વના બંધારણ અંગે ચિંતન કર્યું પરંતુ નીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અંગે કંઈ જ વિચાર્યુણ્ નહિ. એ જ રીતે એલિયાટિક સંપ્રદાયના અનુયાયીઓએ અંતિમ સત્ તત્ત્વની અપરિવર્તનશીલતા અને એકત્વને સાબિત કરતી દલીલો આપવામાં જ રસ દાખવ્યો. જ્યારે સામે પક્ષે હેરક્લાયટસ અને પાયથાગોરિયન સંપ્રદાયના અનુયાયીઓએ વિવિધતા અને પરિવર્તનને જ અંતિમ સત્ તત્ત્વ ગણ્યું. સોફિસ્ટો અને [[સોક્રેટિસ|સોક્રેટિસે]] ભૌતિક જગત અંગે રસ ન દાખવતાં નૈતિક ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ પ્લેટોએ તત્ત્વચિંતનની એક યા બીજી શાખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ વિવિધ વિચારપ્રવાહોને આવરી લેતી એક સુસંકલિત વિચારધારા રજૂ કરી. આથી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી.<ref name=Patel2017>
 
પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. આત્માનું સ્થળમાં સ્થાનાંતર થયું હોવાથી રાજ્યના નાગરિકે પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવવાં તે સંબંધી નૈતિક પ્રશ્નોની ચર્ચા નીતિશાસ્ત્રમાં કરવામાં આવી છે.<ref name=Patel2017>
 
==વધુ વાચન==
Line ૧૩ ⟶ ૧૮:
== સંદર્ભો ==
{{reflist}}
{{wikisource|en:Author:Plato|પ્લેટો}}
{{Commons category}}
{{stub}}