પ્લેટો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
રેફરન્સ ક્લોઝિંગ
લીટી ૯:
 
==તત્ત્વજ્ઞાન==
પ્લેટોના પુરોગામીઓએ કોઈ પણ એક સમસ્યા વિશે ચિંતન કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે પ્લેટોએ લગભગ દરેક સમસ્યાને પોતાના ચિંતનમાં આવરી લીધી હતી. પ્રાચિન તત્ત્વચિંતકો પૈકી માયલેશિયન સંપ્રદાયના અનુયાયીઓએ સૃષ્ટિના ભૌતિક તત્ત્વના બંધારણ અંગે ચિંતન કર્યું પરંતુ નીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અંગે કંઈ જ વિચાર્યુણ્ નહિ. એ જ રીતે એલિયાટિક સંપ્રદાયના અનુયાયીઓએ અંતિમ સત્ તત્ત્વની અપરિવર્તનશીલતા અને એકત્વને સાબિત કરતી દલીલો આપવામાં જ રસ દાખવ્યો. જ્યારે સામે પક્ષે હેરક્લાયટસ અને પાયથાગોરિયન સંપ્રદાયના અનુયાયીઓએ વિવિધતા અને પરિવર્તનને જ અંતિમ સત્ તત્ત્વ ગણ્યું. સોફિસ્ટો અને [[સોક્રેટિસ|સોક્રેટિસે]] ભૌતિક જગત અંગે રસ ન દાખવતાં નૈતિક ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ પ્લેટોએ તત્ત્વચિંતનની એક યા બીજી શાખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ વિવિધ વિચારપ્રવાહોને આવરી લેતી એક સુસંકલિત વિચારધારા રજૂ કરી. આથી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી.<ref name=Patel2017/>
 
પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. આત્માનું સ્થળમાં સ્થાનાંતર થયું હોવાથી રાજ્યના નાગરિકે પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવવાં તે સંબંધી નૈતિક પ્રશ્નોની ચર્ચા નીતિશાસ્ત્રમાં કરવામાં આવી છે.<ref name=Patel2017/>
 
==વધુ વાચન==