નીલ્સ બૉહર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎જીવન: પુનરાવર્તન
વિસ્તાર
લીટી ૩૫:
| awards = ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] (૧૯૨૨)
| signature = Niels Bohr Signature.svg
|spouse=Margrethe Nørlund માર્ગરેટ નોર્લન્ડ (m. ૧૯૧૨–૧૯૬૨)
|children= આગે બૉહર, અર્નેસ્ટ બૉહર અને બીજા ચાર
}}
 
'''નીલ્સ હેન્રિક ડેવિડ બૉહર''' (૭ ઓક્ટોબર ૧૮૮૫ – ૧૮ નવેમ્બર ૧૯૬૨) ડેનીશ ભૌતિકશાસ્ત્રી હતા કે જેમણે ૧૯૨૨નું ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. આ પારિતોષિક તેમને પરમાણુના બંધારણ તથા તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સંશોધન માટે એનાયત થયું હતું. આધુનિક પારમાણ્વિક સિદ્ધાંતનો પાયો નાખનારાઓમાંના એક તરીકે તેમની ગણના થાય છે. તેમના પુત્ર આગે બૉહરને પણ ૧૯૭૫નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
 
==જીવન==
[[File:Niels Bohr Date Unverified LOC.jpg|thumb|left|upright|બૉહર યુવાન વયે]]
બૉહરનો જન્મ ૭ ઓક્ટોબર ૧૮૮૫ના રોજ કોપનહેગન, ડેન્માર્કમાં ક્રિશ્ચિયન બૉહર અને એલન ઍડલર બૉહરને ત્યાં થયો હતો. તેઓ તેમના પિતા ક્રિશ્ચિયન બોહરના ત્રણ સંતાનો પૈકિના બીજા સંતાન હતાં. તેમના પિતા શરિરવિજ્ઞાનના પ્રાદ્યાપક હતા. આથી બૉહરનો ઉછેર એક શૈક્ષણિક કૌટુંબિક વાતાવરણમાં થયો હતો. ૧૯૧૧માં કોપનહેગન યુનિવર્સિટીમાંથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી મેળવીને તેઓ ત્યાર પછીના પાંચ વર્ષ સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કૉલર તરિકે જોડાયા. અહીં તેમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી રૂથરફર્ડના પ્રભાવ હેઠળ રહીને પરમાણુના બંધારણમાં રસ લેવા માંડ્યો. [[ઇંગ્લેન્ડ]]ના માન્ચેસ્ટરમાં તેઓ થોડો સમય વ્યાખ્યાતા તરીકે રહ્યાં. [[યહૂદી ધર્મ|યહૂદી]] હોવાના કારણે તેમણે [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] દરમિયાન દેશવિદેશમાં હદપારી ભોગવીને વસવાટ કરવો પડ્યો હતો.<ref name=gv>{{cite book |last=એરચ |first=માણેકશા બલસારા |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૪ |date=૨૦૦૧ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૧૦૩-૧૦૪}}</ref><ref>{{cite book |last=Pais |first=Abraham |year=૧૯૯૧ |title=Niels Bohr's Times, In Physics, Philosophy and Polity |location=Oxford |publisher=Clarendon Press |isbn=978-0-19-852049-8 |pages=35-39}}</ref>
 
૧૯૧૨માં બોહરે માર્ગરેટ નોર્લન્ડ સાથે લગ્ન કર્યું. તેમને છ પુત્રો હતા જેમાંથી બે મૃત્ય્ં પામ્યા. બાકીના ચાર પુત્રોની જુદા જુદા વ્યવસાયમાં પ્રતિષ્ઠિત કારકિર્દી રહી. તેમના પુત્ર આગે બૉહરને પણ ૧૯૭૫નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.<ref name=gv/>
 
==સંશોધન==