જેમ્સ ચૅડવિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંશોધન
વિસ્તાર
લીટી ૨૪:
 
==જીવન==
જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, [[ઇંગ્લેન્ડ]]માં થયો હતો. તેઓ તેમના પિતા જૉનજ્હૉન જોસેફ ચૅડવિકના પ્રથમ સંતાન હતા. જેમ્સનું નામ તેમના દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું<ref>{{cite journal |last=Falconer |first=Isobel |year=૨૦૦૪ |title=Chadwick, Sir James (1891–1974) |journal=The Oxford Dictionary of National Biography |doi=10.1093/ref:odnb/30912}}</ref><ref name="Nobelprize.org 2014">{{cite web | title=James Chadwick - Biographical | website=Nobelprize.org | date=૨૧ મે ૨૦૧૪ | url=https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1935/chadwick-bio.html | access-date=૧૧ મે ૨૦૧૮}}</ref> તેમણે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી [[તત્વ|તત્ત્વો]]ના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સંશોધન કર્યું.<ref name=DaveAndSharma>{{cite book |last1=દવે |first1=એસ. જી |last2=શર્મા |first2=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૬ |date=૧૯૯૪ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૭૨-૨૭૩}}</ref>
 
૧૯૪૫માં તેમને ઉમરાવપદ (નાઇટહૂડ) આપવામાં આવ્યું. તેમના મુખ્ય શોખ માછીમારી અને બાગાયત હતા.<ref name=DaveAndSharma/>
 
==સંશોધન==
૧૯૨૩માં ચૅડવિક કૅવેન્ડિશ લૅબોરેટરી ફૉર એક્સપરિમેન્ટલ ફિઝિક્સના ઉપનિયામક નિમાયા. ત્યાં તેમણે રૂથરફર્ડ સાથે પરમાણુકેન્દ્રો ઉપર આલ્ફા-કણ પ્રતાડનનો અભ્યાસ કર્યો. તેમને જોયું કે [[બેરિલિયમ]]ના કેન્રકેન્દ્ર ઉપર આલ્ફા-કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી એક એવું વિકિરણ ઉદભવે છે જે [[હાઈડ્રોજન]]-સમૃદ્ધ પૅરેફિનમાંથી પ્રોટૉન મુક્ત કરે છે. તેમણે દર્શાવ્યું કે, આ વિકિરણ ન્યુટ્રૉન નામના, પ્રોટૉન કરતાં ૧.૦૦૬૭ ગણા ભારે અને વીજભારવિહીન કણોનું બનેલું છે. ૧૯૧૫ થી ૧૯૩૩ના ગાળામાં રૂથરફર્ડ સાથેનાં સંશોધનો વડે તેમણે સિદ્ધ કર્યું કે: પરમાણુઓનું કૃત્રિમ રૂપાંતરણ શક્ય છે., [[તત્વ]]ના પરમાણુની ત્રીજ્યાનો અંદાજ કાઢી શકાય છે, અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટૉન ઉપરાંત ન્યુટ્રૉન નામનો પણ કણ આવેલો છે. ન્યુટ્રૉનની શોધ ઘણી અગત્યની સાબિત થઈ. તે વીજભારવિહીન કણ હોવાથી પરમાણુ કેન્દ્રના વિભેદન અને પરખ માટે ઘણો અસરકારક છે. ન્યૂટ્રૉનના ઉપયોગથી પરમાણુ વિખંડનની અને કેન્દ્રીય ભઠ્ઠીઓની શોધ થઈ.<ref name=DaveAndSharma/>
 
૧૯૩૫ થી ૧૯૪૮નાં વર્ષોમાં તેઓ યુનિવર્સિટી ઑફ લિવરપૂલમાં પ્રાધ્યાપક રહ્યા, તે દરમ્યાન પ્રતાડન માટે આલ્ફા કણોને બદલે સાયક્લોટ્રૉન જેવા કણ-પ્રવેગકો દ્વારા મળતા અત્યંત વેગવાળા વીજભારિત કણોનો ઉપયોગ કરી ઊંચા પરમાણુભાર ધરાવતાં તત્ત્વોનું વિખંડન તેમને શક્ય બનાવ્યું. ૧૯૪૩માં પરમાણુબૉમ્બ વિકસાવવા માટેના મૅનહટન પ્રૉજેક્ટમાં અમેરિકન ટુકડીના નેતા એનરિકો ફર્મી હતા, જ્યારે અમેરિકા ગયેલી બ્રિટિશ ટુકડીના નેતા ચૅડવિક હતા. આ પ્રૉજેક્ટના ફળસ્વરૂપે ૧૯૪૫માં પરમાણુબૉમ્બ તૈયાર થયો જેના ઉપયોગથી જાપાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી અને વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.<ref name=DaveAndSharma/>
 
==સંદર્ભો==