રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
શ્રેણી ઉમેરી
સન્માન
લીટી ૨૯:
==સંશોધન==
મોસબાઉઅરે પારમાણ્વિક ન્યૂક્લિયસ વડે થતા ગૅમા-વિકિરણની ઉત્સર્જન અને શોષણનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે ગ્રાહી વડે આવું વિકિરણ ત્યારે જ ગ્રહણ થાય છે, કે જ્યારે પ્રેષક અને ગ્રાહીને એક જ આવૃત્તિ પર સમસ્વરિત કરવામાં આવે. આ ઘટનાને અનુનાદ-શોષણ કહે છે, જ્યારે પરમાણુનું ન્યૂક્લિયસ ગેમ-વિકિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે અને પરિણામે થોડી ઊર્જા ઘુમાવે છે અને તેની આવૃત્તિમાં ઘટાડો થાય છે. મોસબાઉઅર ઘટનાનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે. [[આઇન્સ્ટાઇન]]ના સાપેક્ષવાદને ચકાસવા માટે મોસબાઉઅર ઘટનાનો ઉપયોગ મહત્વનો છે. પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત [[રસાયણ શાસ્ત્ર]], [[જીવવિજ્ઞાન]] વગેરે ક્ષેત્રે આ ઘટનાનો ઉપયોગ થાય છે.<ref name=patel/>
 
==સન્માન==
તેમના ગૅમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન (મોસબાઉઅર ઘટના) અને એ ક્ષેત્રે કરેલ આનુષંગિક શોધ માટે તેમને ૧૯૬૧નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ ઉપરાંત તેમને એલિઓટ ક્રેસન મૅડલ (૧૯૬૧) અને લોમોનોસોવ ગોલ્ડ મૅડલ (૧૯૮૪) પ્રાપ્ત થયેલ છે.
 
==સંદર્ભો==