પૉઝિટ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
થોડૉ વધુ વિસ્તાર
લીટી ૩૦:
==ગુણધર્મો==
પૉઝિટ્રૉન સ્થિર (સ્ટેબલ) કણ છે, પણ દ્રવ્યની હાજરીમાં તે ઈલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને ઊર્જામાં એટલે કે [[ફોટૉન]]માં વિલોપન પામે છે. પૉઝિટ્રૉનનું દળ m = {{val|9.10938356|(11)|e=-31}} કિગ્રા. તથા વિદ્યુતભાર e = +{{val|1.602176565|(35)|e=-19}} કુલંબ છે. તે {{sfrac|1|2}} [[પ્રચક્રણ]] ધરાવે છે અને ફર્મિ-ડિરાક સાંખ્યિકીને અનુસરે છે. [[યુરેનિયમ]] જેવા ભારે તત્ત્વોના ક્ષય દરમ્યાન પૉઝિટ્રૉન ઉત્સર્જિત થતો હોય છે. કેટલીક વાર ઈલેક્ટ્રૉન સાથે પોઝિટ્રૉન બદ્ધ થઈને અલ્પજીવી પરમાણુ પૉઝિટ્રૉનિયમ રચે છે. આવા પૉઝિટ્રૉનિયમ બે પ્રકારના હોય છે: (૧) ઑર્થોપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણો ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનું પ્રચક્રણ સમાંતર હોય છે અને (૨) પૅરાપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણોના પ્રચક્રણ પ્રતિસમાંતર હોય છે. ઑર્થોપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ 10<sup>-7</sup> સેકન્ડ છે અને ત્યારબાદ તે ત્રણ ફોટૉનમાં ક્ષય પામે છે. પૅરાપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ થોડોક ઓછો હોય છે, અને ત્યારબાદ તે બે ફોટૉનમાં ક્ષય પામે છે.<ref name=patel/>
 
1.02 MeV કરતાં વધુ ઉચ્ચ ઊર્જા ધરાવતા ફોટૉન દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે ઈલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની જોડ ઉત્પન્ન થતી હોય છે. વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર વડે ઈલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનની જોડની આભાસી ઉત્પત્તિ [[શૂન્યાવકાશ]]નું ધ્રુવીકરણ કરે છે. પરિણામે પ્રકાશનું પ્રકાશ વડે પ્રકીર્ણન થાય છે.<ref name=patel/>
 
==વધુ વાચન==