જેમ્સ ચૅડવિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
લીટી ૨૮:
 
==સંશોધન==
૧૯૨૩માં ચૅડવિક કૅવેન્ડિશ લૅબોરેટરી ફૉર એક્સપરિમેન્ટલ ફિઝિક્સના ઉપનિયામક નિમાયા. ત્યાં તેમણે રૂથરફર્ડ સાથે પરમાણુકેન્દ્રો ઉપર આલ્ફા-કણ પ્રતાડનનો અભ્યાસ કર્યો. તેમને જોયું કે [[બેરિલિયમ]]ના કેન્દ્ર ઉપર આલ્ફા-કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી એક એવું વિકિરણ ઉદભવે છે જે [[હાઈડ્રોજન]]-સમૃદ્ધ પૅરેફિનમાંથી પ્રોટૉન[[પ્રોટોન]] મુક્ત કરે છે. તેમણે દર્શાવ્યું કે, આ વિકિરણ ન્યુટ્રૉન નામના, પ્રોટૉન કરતાં ૧.૦૦૬૭ ગણા ભારે અને વીજભારવિહીન કણોનું બનેલું છે. ૧૯૧૫ થી ૧૯૩૩ના ગાળામાં રૂથરફર્ડ સાથેનાં સંશોધનો વડે તેમણે સિદ્ધ કર્યું કે: પરમાણુઓનું કૃત્રિમ રૂપાંતરણ શક્ય છે, [[તત્વ]]ના પરમાણુની ત્રીજ્યાનો અંદાજ કાઢી શકાય છે, અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટૉન ઉપરાંત ન્યુટ્રૉન નામનો પણ કણ આવેલો છે. ન્યુટ્રૉનની શોધ ઘણી અગત્યની સાબિત થઈ. તે વીજભારવિહીન કણ હોવાથી પરમાણુ કેન્દ્રના વિભેદન અને પરખ માટે ઘણો અસરકારક છે. ન્યૂટ્રૉનના ઉપયોગથી પરમાણુ વિખંડનની અને કેન્દ્રીય ભઠ્ઠીઓની શોધ થઈ.<ref name=DaveAndSharma/>
 
૧૯૩૫ થી ૧૯૪૮નાં વર્ષોમાં તેઓ યુનિવર્સિટી ઑફ લિવરપૂલમાં પ્રાધ્યાપક રહ્યા, તે દરમ્યાન પ્રતાડન માટે આલ્ફા કણોને બદલે સાયક્લોટ્રૉન જેવા કણ-પ્રવેગકો દ્વારા મળતા અત્યંત વેગવાળા વીજભારિત કણોનો ઉપયોગ કરી ઊંચા પરમાણુભાર ધરાવતાં તત્ત્વોનું વિખંડન તેમને શક્ય બનાવ્યું. ૧૯૪૩માં પરમાણુબૉમ્બ વિકસાવવા માટેના મૅનહટન પ્રૉજેક્ટમાં અમેરિકન ટુકડીના નેતા એનરિકો ફર્મી હતા, જ્યારે અમેરિકા ગયેલી બ્રિટિશ ટુકડીના નેતા ચૅડવિક હતા. આ પ્રૉજેક્ટના ફળસ્વરૂપે ૧૯૪૫માં પરમાણુબૉમ્બ તૈયાર થયો જેના ઉપયોગથી જાપાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી અને વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.<ref name=DaveAndSharma/>