નીલ્સ બૉહર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સંશોધન: લિન્ક
લીટી ૫૦:
સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી રૂથરફર્ડના પરમાણુ બંધારણના ખ્યાલથી બૉહર પ્રભાવિત થયા હતા. રૂથરફર્ડના ખ્યાલ મુજબ પરમાણુ એક નાનકડિ સૌરપ્રણાલી જેવો છે, જેમાં ધનવિદ્યુતભારીત ન્યૂક્લિયસની આસપાસ [[ઈલેક્ટ્રૉન]] ઘૂમતા હોય છે. ભૌતિકશાસ્ત્રના નિયમો અનુસાર વર્તુળગતિમાં ઘૂમતા વિદ્યુતભારિત કણ વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરી, ઊર્જા ગુમાવીને, સર્પિલ આકારે ગતિ કરી કેન્દ્રમાં જતા રહે છે. રૂથરફર્ડના સૌર-પ્રણાલી મૉડેલની સ્વીકૃતિ માટે, ઈલેક્ટ્રીન વડે થતા ઊર્જા-ઉત્સર્જન માટેની નવી કાર્યવિધિ શોધવાનિ એ સમયે જરૂરિયાત હતી. તે કામ બૉહરે કર્યું.<ref name=gv/>
 
[[હાઈડ્રોજન]]નો પરમાણુ સૌથી સાદો અને સરળ હોવાથી (કેમે કે તેનો પરમાણુ માત્ર એક પ્રૉટોન[[પ્રોટોન]] અને એક ઈલેક્ટ્રૉનનો બનેલો છે) બૉહરે તેને ઉદાહરણ તરીકે લઈને સમજાવ્યું કે, જ્યાં સુધી ઈલેક્ટ્રૉન તેની સૌથી નિમ્ન ઊર્જા-અવસ્થામાં, એટલેકે ધરા-અવસ્થામાં હોય ત્યાં સુધી તે કોઈ ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. પરમાણુમાં આવેલી જુદા જુદા ઊર્જાસ્તર ધરાવતી શક્ય હોય તેટલી બધી કક્ષાઓમાંથી, ઈલેક્ટ્રૉન કોઈ પણ એક કક્ષામાં આવેલો હોય છે. જો પરમાણુને બહારથી ઊર્જા પૂરી પાડવામાં આવે તો ઈલેક્ટ્રૉન, ધરા-અવસ્થા કરતાં કોઈ ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાં કૂદકો મારીને સ્થાનાંતર કરે છે. આ ઈલેક્ટ્રૉન ફરી પાછો મૂળ ધરા-અવસ્થામાં પહોંચે નહિં ત્યા સુધી નિમ્ન ઊર્જા સ્તરોમાં કૂદકા મારતો રહે છે. આમ કરવામાં તે મુખ્યત્વે ઊર્જાનું પ્રકાશના 'ક્વૉન્ટા' ([[ફોટોન]]) સ્વરૂપે ઉત્સર્જન કરે છે. આ ક્વૉન્ટાનું પ્રમાણ એટલે કે ઉત્સર્જિત થતા પ્રકાશની [[તરંગલંબાઈ]], ઈલેક્ટ્રૉન જુદા જુદા તબક્કે કૂદકા મારીને પાછો ધરા-અવસ્થામાં જાય, તે બે કક્ષાઓના ઊર્જા સ્તરના તફાવત ઉપર આધારિત હોય છે.<ref name=gv/>
 
==સંદર્ભો==