ઇમેન્યુએલ કેન્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રુફરિડ
આંતરિક કડીઓ
લીટી ૩:
| onlysourced = no
}}
'''ઇમેન્યુએલ કેન્ટ''' અથવા ''ઇમેન્યુએલ કાન્ટ'' ({{lang-en|Immanuel Kant}}) (જ. [[એપ્રિલ ૨૨|૨૨ એપ્રિલ]] ૧૭૨૪, કોનિંગ્સબર્ગ, પ્રશિયા; અ. [[ફેબ્રુઆરી ૧૨|૧૨ ફેબ્રુઆરી]] ૧૮૦૪, કોનિંગ્સબર્ગ) [[જર્મની|જર્મન]] તત્વચિંતક હતા. એમનું નામ આધુનિક તત્ત્વજ્ઞાનીઓમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે. ૧૭૮૧માં એ સત્તાવન વર્ષના હતા ત્યારે એમનો ''ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન'' ગ્રંથ પ્રગટ થયો હતો. ત્યારબાદ એમના અન્ય બે અગત્યના ગ્રંથો ''ધ ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન'' (૧૭૯૭) અને ''ધ ક્રિટિક ઓફ જજમેન્ટ'' (૧૭૯૦) પ્રગટ થયા હતા. કેન્ટે કેવળ [[બુદ્ધિવાદ|બુદ્ધિવાદી]] [[મનોવિજ્ઞાન]]ની શક્યતાનો ઇન્કાર કરી અનુભવનિષ્ઠ મનોવિજ્ઞાન પર ભાર મૂક્યો હતો.
 
== શરૂઆતનું જીવન ==
ઇમેન્યુએલ કેન્ટનો જન્મ [[એપ્રિલ ૨૨|૨૨ એપ્રિલ]] ૧૭૨૪ના રોજ પ્રશિયાના કોનિંગ્સબર્ગ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જોહાન જ્યોર્જ કેન્ટ હતું અને માતાનું નામ એના રેગીના રેઉટર હતું. એ એમનાં માતા-પિતાનાં નવ સંતાનોમાં બીજા ક્રમનું સંતાન હતા. તેમના આઠ ભાઈબહેનોમાંથી ચારનાં અવાસન થયાં હતાં આથી બાકીનાં પાંચ સંતાનો સાથે એમનાં માતા-પિતા કોનિંગ્સબર્ગમા ગરીબ જીવન ગાળતાં હતાં. કેન્ટની માતા ધાર્મિક મનોવૃત્તિ વાળી હતી અને ચુસ્ત નિયમપાલનમાં માનતી હતી. ઇમેન્યુએલ તેર વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયુ હતું. ઇમેન્યુએલ ત્યાર પછી ગરીબીના દિવસોમાં ટ્યૂશનો કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા અને એ દરમિયાન એમણે કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનો, તત્ત્વજ્ઞાન અને ઈશ્વર વિચારનો (theologyનો) અભ્યાસ કર્યો હતો. શરુઆતમાં તેમણે કેટલાક વિદ્યાર્થીઓને એમના ઘરે શિક્ષણ આપવાનું કાર્ય કર્યુ હતું. ત્યાર પછી એમને કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવાની મંજૂરી મળી હતી જ્યાં એમને જેટલા વિદ્યાર્થીઓ વ્યાખ્યાનોમાં આવે અને ફી ભરે એટલી જ આવક થતી હતી. કેન્ટનાં વ્યાખ્યાનો [[ગણિત|શુદ્ધ ગણિત]], [[ભૌતિકશાસ્ત્ર]], [[ભૂગોળ]], નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર એમ અનેક વિષયોને આવરી લેતાં હતાં. યુનિવર્સિટીમાં ભણતાભણતા એમણે વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના અનેક નિબંધો લખ્યા હતા અને પ્રગટ કર્યા હતા. એ લખાણોના અધારે એમને "ડૉક્ટર ઓફ ફિલોસોફી"ની પદવી આપવામાં આવી હતી. ૧૭૭૦માં એમને કોનિંગ્સબર્ગ યુનિવર્સિટીમાં તર્કશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રના પ્રોફેસર બનાવવામાં આવ્યા હતાં. [[ફેબ્રુઆરી ૧૨|૧૨ ફેબ્રુઆરી]] ૧૮૦૪ના રોજ કોનિંગ્સબર્ગમાં જ એમનું અવસાન થયું હતું. એ જીવનભર અપરિણીત રહ્યા હતા.<ref name= shukla>{{cite book |last=શુક્લ |first=ચન્દ્રવદન |title=તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ |year=૧૯૬૯ | publisher=વિભૂતી પ્રકાશન |location=મુંબઈ |page=૧૫૦|language=gu}}</ref><ref name= bakshi>{{cite book |last=બક્ષી |first=મધુસૂદન |title=કાન્ટનું તત્ત્વજ્ઞાન |year=૨૦૧૧ | publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |location=અમદાવાદ |page= ૧-૨|language=gu}}</ref>
 
== તત્વજ્ઞાન ==
[[File:Immanuel Kant 3.jpg|thumb|left|કેન્ટ]]
યુનિવર્સિટીમાં અધ્યાપન દરમિયાન એમણે ઘણું લખ્યું હતું પણ એ તત્ત્વજ્ઞાનને લગતુ ન હતું. પૃથ્વીની ભૂગોળ, નૃવંશશાસ્ત્ર, ગ્રહો, [[ધરતીકંપ]], પવન, જળ, અગ્નિ તથા આવી બીજી અનેક શૈક્ષણિક બાબતો વિશે એમણે લખ્યું હતું. ''થિયરી ઑફ હેવન્સ''માં એમણે નિહારિકામાંથી [[સૂર્ય|સૂર્યો]], [[સૂર્યમંડળ|સૂર્યમંડળો]], ગ્રહો ઇત્યાદિનું સર્જન થયું છે એવી કલ્પના રજૂ કરી છે. એમના મતે તમામ ગ્રહો પર વસતી હતી અથવા છે કે થશે. એમના એક પુસ્તકમાં માનવીની ઉત્પત્તિ ચોપગાં પ્રાણીઓમાંથી થયાનો ઉલ્લેખ છે. કેવળ છેંતાલીશ વર્ષની વયે લેખક અને વ્યાખ્યાતા તરીકે એ વિખ્યાત થઈ ગયા હતા.<ref name= shukla/>
 
પંદર વર્ષના લાંબા સંશોધન અને વિચારવિમર્શ પછી એમણે લખેલો ''ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન'' ગ્રંથ ૧૭૮૧માં પ્રગટ થયો હતો. એ ગ્રંથને પગલે તત્વજ્ઞાનની દુનિયામા મોટું પરિવર્તન આવેલું.<ref name= shukla/> હજી પણ એ ગ્રંથ કાળગ્રસ્ત થયો નથી.