વુલ્ફગૅંગ પાઉલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:વૈજ્ઞાનિક using HotCat
કડી
લીટી ૨૪:
તેમનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૦૦ના રોજ વિયેનામાં થયો હતો. તેમના પિતા વુલ્ફગૅંગ જોસૅફ પાઉલી રસાયણશાસ્ત્રી હતા. પાઉલીએ ૨૦ વર્ષની નાની વયે વિશ્વકોશ માટે [[સાપેક્ષવાદના સિદ્ધાંત]] (theory of relativity) ઉપર ૨૦૦ પાનાનો વ્યાપ્તિલેખ લહ્યો હતો. ૧૯૨૩માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં તેઓ વ્ય્ખ્યાતા બન્યા હતા અને તેના બીજા જ વર્ષે સૂચવ્યું કે, ક્વૉન્ટમ સિદ્ધાંતમાં, જેનું સાંખ્યિક મૂલ્ય +૧ કે -૧ હોઈ શકે તેવા ચોથા ક્વૉન્ટમ અંકની આવશ્યકતા હતી. ત્યારબાદ તેમને એ પણ શોધ્યુ કે આ બે મૂલ્યો [[ફર્મિયોન]] કણોના [[પ્રચક્રણ]] (spin)ની બે શક્ય દિશાઓ બતાવે છે. તેમણે ૧૯૨૫માં [[પાઉલીનો અપવર્જનનો નીયમ|અપવર્જન સિદ્ધાંત]] જાહેર કર્યો, જે ઈલેક્ટ્રૉનને લાગુ પાડતાં, તત્વોના [[આવર્ત કોષ્ટક]] (periodic table)ના માળખાની યથાર્થતાની સ્પષ્ટતા કરતો હતો. આ નિયમની શોધ માટે, [[આલ્બર્ટ આઇન્સ્ટાઇન|આઈન્સ્ટાઈને]] ને નોબેલ પારિતોષિક માટે તેમના નામની ભલામણ કર્યા બાદ,૧૯૪૫માં તેમને ભૌતિકશાસ્ત્રનુ નોબેલ એનાયત થયુ હતુ.<ref name= trivedi>{{cite book |last=ત્રિવેદી |first= ચંદ્રકાન્ત કે. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=૧૧ |year=૧૯૯૯ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૨૦-૧૨૧}}</ref>
 
૧૯૩૦માં જ્યારે રેડિયોઍક્ટિવિટીના બીટા ક્ષયના પ્રયોગમાં 'ઉર્જા સંરક્ષણના નિયમ' નો ભંગ થતો હોય તેવું લાગ્યુ ત્યારે પાઉલીએ અશૂન્ય [[દ્રવ્યમાન]] અને શૂન્ય [[વિદ્યુતભાર]] ધારવતા ન્યુટ્રિનો નામના મૂળભૂત કણની પરિકલ્પના કરી હતી. ૧૯૩૩ ઍનરિકો ફર્મીએ આ કણ વિશેનો મૂળભૂત સિદ્ધાંત આપ્યો હતો. ૧૯૫૬માં રેઈન્સ અને કોવેન્સે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરી પ્રાયોગીક રીતે ન્યુટ્રિનોની શોધ કરી હતી.<ref name=Chaaya>{{cite magazine |last=છાયા|first=ડૉ. વિહારી|title=ન્યુટ્રિનોની બદલાતી અવસ્થા|date=ડિસેમ્બર ૨૦૧૫|magazine=વિશ્વવિહાર|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|pages=૬-૮|issn=2321-6999}}</ref>
 
== સંદર્ભ ==