દેવમોગરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે. સુધારણા.
નાનું મહત્વનું - હટાવ્યું.
લીટી ૩૦:
}}
 
'''દેવમોગરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર|મહારાષ્ટ્ર રાજ્ય]]ને અડીને આવેલા એવા [[સાગબારા તાલુકો|સાગબારા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકોની વસ્તી રહે છે. દેવમોગરા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
દેવમોગરા ખાતે જૂની પરંપરા મુજબ દર વર્ષે યાહામોગી, પાંડોરી, દેવમોગરા માતાજીનો મેળો ભરાય છે. આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ મેળો ગત વર્ષે એટલે કે ૨૦૦૯ના વર્ષ દરમિયાન [[ફેબ્રુઆરી ૨૧]] થી [[ફેબ્રુઆરી ૨૫]] એમ પાંચ દિવસ માટે ભરવામાં આવ્યો હતો. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ દેવમોગરા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે.