દુર્યોધન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૮:
 
== ભીમ સાથી દ્વંદ્વ યુદ્ધ અને ગાંધારીના આશીર્વાદ ==
જ્યારે રાણી ગાંધારી સાંભળે છે કે દુર્યોધન સિવાય તેના દરેક પુત્ર મૃત્યુ પામ્યાં છે ત્યારે તે વિક્ષુબ્ધ બની જાય છે. દુર્યોધન કપટી છે અને તેના પક્ષે અધર્મ છે તે જાણવા છતાં પણ તે તેની મદદ કરવા જાય છે. તેણી તેને નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર રીતે પોતાના તંબૂમાં આવવા કહે છે, જેથી તે વર્ષો સુધી બંધ રહેલી તેની આંખોની શક્તિ વાપરીને તેના શરીરને એવું કવચ લગાડી દે જે સર્વ આક્રમણથી તેના શરીરના સર્વ ભાગને અજેય બનાવી દે પણ જ્યારે કૃષ્ણ રાણીને મળીની પાછા ફરે છે ત્યારે તેમની ભેટ નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ગાંધારીને મળવા જતાં દુર્યોધન સાથે થાય છે. કૃષ્ણ નાટ્યાત્મક રીતે દુર્યોધન ની મજાક ઉડાવે છે અને આ રીતે માતાને મળવા જતાં પુત્ર વિષે લોકો શું કહેશે તેની ચેતવણી આપે છે. ગાંધારીનો ઉદ્દેશ્ય જાણતા કૃષ્ણ દુર્યોધનની નિંદા કરે છે અને શરમનો માર્યો દુર્યોધન તંબુમાં પ્રવેશતા પહેલાં પોતાના ગુપ્તાંગને ઢાંકી દે છે. જ્યારે ગાંધારીની દ્રષ્ટી દુર્યોધન પર પડે છે ત્યારે તેની દ્રષ્ટીની દૈવી શક્તિથી દુર્યોધન ના શરીરો ભાગો દરેક હમલાથી સુરક્ષિત થઈ જાય છે પણ તેની સાથળના મૂળના ભાગ પર દૈવી દ્રષ્ટિ ન પડતાં તે ભાગ રહી જાય છે. જ્યારે દુર્યોધન પાંડવો અને કૃષ્ણને એકલો મળે છે ત્યારે યુધિષ્ઠીર તેને એક પ્રસ્તાવ આપે છે. તે પાંચમાંથી કોઈ પણ એક પાંડવ સાથે યુદ્ધ કરે. જો દુર્યોધન તેમાં તે પાંડવને હરાવી દે તો યુધિષ્ઠીર આટલું મોટું યુદ્ધ જીતવા છતાં રાજ્ય તેને પાછું સોંપી દેશે. પોતાના ગુમાનને વશ દુર્યોધન અન્ય કોઈ પણ પાંડવને છોડી તેની જાની દુશ્મન ભીમને પસંદ કરે છે, જેની સાથે તે ગદા યુદ્ધ કરે. બંને અત્યંત શક્તિશાળી હતાં અને બંનેએ બલરામ પાસે વિદ્યા લીધી હતી. બંને મલ્લ યુદ્ધ અને ગદા યુદ્ધમાં સમકક્ષ હતાં. લાંબા અને ભયાનક ઘણાં લાંબા ચાલેલા યુદ્ધ નાં અંતે દુર્યોધન ભીમને થકવી દે છે. આ ક્ષણે કૃષ્ણ જે લડાઈ જોઈ રહ્યાં છે તેઓ ભીમને ઈશારો કરી દુર્યોધનની જાંઘ ચીરવાની પ્રતિજ્ઞા ભીમને યાદ દેવડાવે છે. ભીમ ક્રૂર રીતે દુર્યોધનની સાથળ પર પ્રહાર કરે છે, જે ગાંધારીના વરદાનથી લેસ નથી. છેવટે નૈતિક રીતે પણ પડી ભાંગેલો દુર્યોધન પડે છે. ભલે દુર્યોધન કણસતો પડ્યો હતો પણ તે કહેતો રહ્યો કે તેને દગાથી અનૈતિક રીતે મારી નાખવા પ્રયત્ન થયો. કમર નીચે પ્રહાર કરવો એ ગદા યુદ્ધની નીતિઓ વિરુદ્ધ છે. ત્યારે કૃષ્ણ જણાવે છે કે દ્રૌપદીનું અપમાન, પાંડવોની હત્યા કરવાના કાવતરાં અને અભિમન્યૂનીએ કારપીણ હત્યાં એ દરેક પણમાં ધર્મ કે યુદ્ધ સંબંધિ નૈતિકતા ન હતી. માટે દુર્યોધન દ્વારા પોતાના બચાવમાં ધાર્મિક કે નૈતિક મૂલ્યોની દુહાઈ દેવી હાસ્યાસ્પદ છે જે મૂલ્યોનું સન્માન સંપૂર્ણ જીવન દરમ્યાને તેણે જાતે ન કર્યું તે હવે તેને કેમ બચાવી શકે?
 
=== સ્વર્ગવાસ ===