ભૃગુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૫:
ભગવાન ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને દુર્યોધનને ત્યાં જાય છે. દુર્યોધન બ્રાહ્મણવેશે આવેલા ભગવાનને દાન માગવા કહે છે ; ત્યારે ભગવાન કહે છે : "મારે અડસઠતીરથની યાત્રા કરવા જવું છે પણ મારૂ આ વૃદ્ધ શરીર યાત્રા કરવા શક્તિમાન નથી. માટે તારું યુવાન શરીર મને આપ, યાત્રા પુર્ણ કરી તારું શરીર તને સોંપી દઇશ." દુર્યોધને આ વાતનો ઇનકાર કર્યો ને કહ્યું; ધનદૌલત, સોનામહોરો જે જોઈએ તે આપું પરંતુ શરીર તો ન અપાય. આ ઘરડા શરીરને મારી પત્ની ક્યાં સાચવે ! બ્રાહ્મણવેશે રહેલા ભગવાને દુર્યોધનને ધર્મધજા છોડી નાખી દાન આપવાનું બંધ કરવા કહ્યું. દુર્યોધન દાન આપવાનું બંધ કરે છે. ભગવાન ત્યાંથી કર્ણરાજાને ત્યાં જાય છે જ્યાં કર્ણરાજા ઊઠતાની સાથે "સો ધોતી, સો પોથી, સો સંકલ્પદ્વિપની ગાય. એટલું રાજા કર્ણ આપે, ત્યારે ધરતી પર મૂકે પાય." એવા પરમ દાનેશ્વરી કર્ણ પાસે જઈને ભગવાન બીજું કઇં ના માગતાં શરીરની માગણી કરે છે. કર્ણ પોતાનું અહોભાગ્ય સમજીને શરીર આપવા તૈયાર થઈ જાય છે. પોતાનું શરીર યાત્રાએ જાય અને વૃદ્ધ શરીરની સેવાનો અવસર મારી પત્નીને મળે તેથી રૂડું શું ? કર્ણરાજા શરીર દાનમાં આપવાનો સંકલ્પ કરે છે ત્યારે ભગવાન ચતુંર્ભુજ રૂપે પ્રગટ થાય છે અને કર્ણને વરદાન માગવાનુ કહે છે. ત્યારે કર્ણરાજા ભગવાન પાસે એટલું જ માગે છે; "ભગવાન ! મારી આ કાયાને અંત સમયે કુંવારી જમીનમાં બાળજો." ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ જાય છે. મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં કર્ણ સહસ્ત્ર બાણોથી વીંધાયેલા હોય છે ત્યારે ભગવાન પુન: દાનવીરતાની કસોટી કરે છે. એ સમયે પણ કર્ણ પોતાના સોનાના દાંત પાડીને આપે છે. ભગવાન વરદાન માટે કહે છે ત્યારે કર્ણ ફરીથી કુંવારી જમીનમાં પોતાના દેહને બાળવાની યાચના કરે છે. ભગવાન તથાસ્તુ કહીને જાય છે. હવે કર્ણને આપેલા વરદાન પ્રમાણે ભગવાને જોયું કે કુંવારી જમીન છે કયાઁ ? ત્યારે નર્મદા કિનારે ભૃગુઋષિ જ્યાં તપ કરતાં હતા તે એક તલમાત્ર જમીન કુંવારી હતી. ઋષિ પ્રાત:કાળે ભ્રહ્મમુહૂર્તમાં નદીએ સ્નાનાર્થે જાય છે ત્યારે તે કુંવારી જમીનમાં ભગવાન પરોણાની આર ખોસીને પરોણા પર ભગવાન પોતાની હથેળીમાં કર્ણને બાળે છે. મૂઠી રાખ મૂકીને ભગવાન ચાલ્યા જાય છે. ભૃગુઋષિ સ્નાન કરીને આવે છે ને જુએ છે તો રાખની ઢગલી. ઋષિ ધ્યાનસ્થ થઈને જુએ છે ત્યારે પ્રભુની લીલાનો ખ્યાલ આવી જાય છે. ક્રોધે ભરાયેલા ઋષિ જઈને ભગવાનના વક્ષસ્થળમાં લાત મારે છે. ત્યારે ભગવાન ભૃગુઋષિને કહે છે; "અરેરે ! આપના મુલાયમ પગમાં મારી કઠણ છાતી વાગી હશે!" એમ કહી ભગવાન ઋષિની પાછળ દોડે છે॰ ભૃગુરૂષિ ભ્રહ્માં પાસે જાય છે, શિવજી પાસે જાય છે પણ ત્યાં તેમણે શરણ મળતું નથી. ત્યાથી ઋષિ દોડતા પરાશરમુનિને શરણે આવે છે. વાત્રક કાંઠે બિરાજેલા પરાશરમુનિ ભૃગુઋષિને સામે કાંઠે બિરજો એમ કહે છે,ભૃગુઋષિ વૈત્રવતીના ઉત્તર કિનારે નિવાસ કરે છે.
ભગવાન જ્યારે પરાશરમુનિ પાસે આવે છે, ક્યાં છે ભૃગુઋષિ? મારે તેમણે દંડ કરવો છે. ત્યારે પરાશરમુનિ કહે છે એ દંડ મને આપો કેમકે ભૃગુઋષિ મારા અતિથિ છે અને પ્રભુને પરાશરમુનિના તપના પ્રભાવથી નમતું જોખવું પડે છે. ત્યારબાદ પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય છે. અંતત: બંને ઋષિઓએ સ્થાપિત શિવાલયો આજે પણ પરાશર મહાદેવ અને ભૃગુઋષિ મહાદેવ નામથી વિખ્યાત છે.
મનુભાઈ એન પરમાર (હલધરવાસ) (ઈતિહાસ ના જાણકાર)
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ભૃગુ" થી મેળવેલ