ભૃગુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Mnpriyadarshi (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૭:
 
ભગવાન જ્યારે પરાશરમુનિ પાસે આવે છે, ક્યાં છે ભૃગુઋષિ? મારે તેમણે દંડ કરવો છે. ત્યારે પરાશરમુનિ કહે છે એ દંડ મને આપો કેમકે ભૃગુઋષિ મારા અતિથિ છે અને પ્રભુને પરાશરમુનિના તપના પ્રભાવથી નમતું જોખવું પડે છે. ત્યારબાદ પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય છે. અંતત: બંને ઋષિઓએ સ્થાપિત શિવાલયો આજે પણ પરાશર મહાદેવ અને ભૃગુઋષિ મહાદેવ નામથી વિખ્યાત છે.
 
 
'''બીજી એક સત્ય ઘટના આ મુજબ છે.'''
ભૃગુઋષિના પુત્ર ચ્યવન આજ સ્થળે તપ કરતાં કરતાં સમાધિસ્થ બની જાય છે. અને શરીર પર રાફડો જામી જાય છે. વેદકાળના એ સમયે સર્યાત રાજા રાજ કરતાં હતા. રાજા ધાર્મિક અને પ્રજાપાલક હોવાથી કોઈ ક્લેશ વર્તાતો ન હતો. પ્રજા અને ઋષિઓના રક્ષણ માટે તેઓ હિંસક પ્રાણીઓના શિકાર માટે ક્યારેક નીકળતા.
એક વખત રાજાની દીકરી સુકન્યા પોતાની સખીઓ સહિત નદીએ સ્નાન માટે જાય છે. ત્યાંથી ખેલતિકૂદતી બધી સહેલીઓ જ્યાં રાફડો જામેલો છે ત્યાં જાય છે. રાફડામાંના બે છિદ્રોમાં સુકન્યા શૂળ ભોંકે છે ત્યારે અંદરથી રુધિરની ધારાઓ વહેવા લાગે છે. ગભરાયેલિ બાળાઓ દોડતી રાજાના મહેલે આવીને પૂરી હકીકત જણાવે છે. રાજા તરતજ ચ્યવનમુનિની તપોભૂમિ પર આવે છે. સમાધિમાંથી ક્રોધિત થયેલા ચ્યવનમુની હાથમાં જળ લઈ શ્રાપ આપવા જાય છે ત્યારે રાજા પોતાની દીકરીથી થયેલા અપરાધની ક્ષમા માગે છે અને કહે છે; "પ્રભુ! ક્ષમા કરો, આપ કહેશો તેમ સેવા કરીશ પરંતુ શ્રાપ ના આપશો." ચ્યવનમુની કહે છે; "હવે મારી આંખોમાં શૂળ ભોકાવાથી હું અંધ બન્યો છું. તેથી મારી સેવા કોણ કરશે? તારી દીકરીને મારી સાથે પરણાવ." પિતાની આજ્ઞાથી સુકન્યા ચ્યવનમુનિને પરણે છે. નેત્રવિહીન ચ્યવનમુનીની સેવા કરવામાં સુકન્યા પછી પાની કરતી નથી. પતિવ્રતા ધર્મ પાડતી સુકન્યાની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ દેવોએ અસ્વિનીકુમારોને મોકલ્યા. અસ્વિનીકુમારો આવે છે, ચ્યવનમુનિને લઈ બંને અસ્વિનીકુમારો આજ વૈત્રવતીના હાલ ભૃગુરૂષિના મંદિર જતાં જ્યાં ધરો પડે છે તે ઊંડા જળમાં ડૂબકી મારીને બહાર આવે છે અને ચ્યવનમુનિને ચક્ષુ પ્રદાન કરે છે. ત્યારબાદ જંગલની કિમતી ઔષધિઓ આમળા, અસ્વગંધા, સંખપુસ્પિ, વગેરેના મિશ્રણથી પાક બનાવીને ચ્યવનમુનીને ખવડાવે છે અને નવયૌવન આપે છે, એ સમયે આંબળા તેમજ બીજી ઔષધિઓના વન હતા. આજે પણ કેટલીક ઔષધિય વનસ્પતિ છે. આમ અસ્વિનીકુમારોએ ચ્યવનમુની માટે જે પાક તૈયાર કર્યો તે જ ચ્યવનપ્રાશ આજે પણ જગપ્રસિદ્ધ બન્યું છે. ત્યારબાદ અસ્વિનીકુમારો ચાલ્યા જાય છે. આજે પણ એ ધરામાં સ્નાન કરવાથી આંખોના રોગો થતાં નથી અને હોય તો મટી જાય છે એવી એક માન્યતા છે. ઉત્તરકાંઠે ભૃગુરૂષિ અને ચ્યવનમુની તથા દક્ષિણકાંઠે પરાશર મહાદેવના ભવ્ય શિવાલયો હાલ મોજૂદ છે.બંને શિવાલયો વચ્ચેથી દોઢ કિમી ઊગમણિ વહેતી વાત્રક(વૈત્રવતી) ના પવિત્ર જળમાં ન્હાવું એ પણ એક સૌભાગ્યનિ વાત છે. શ્રાવણ માસ અને અધિક માસમાં અહિયાં શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. મૈયા વૈત્રવતીનું માહાત્મ્ય તો પુરાણોમાં પણ કરવામાં આવેલું છે, જેમાં ઉલ્લેખ છે કે વૃત્રાસુરે એક ઊંડો ખાડો ખોદાવેલો જેનું નામ મહાગંભીર હતું, તેમાથીજ એક દિવ્ય નદી પ્રગટ થાય છે જે વૈત્રવતી(વાત્રક) નામથી પ્રચલિત થાય છે.
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ભૃગુ" થી મેળવેલ