"ગુરુ પૂર્ણિમા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (2405:205:C88B:D028:2BFC:EEDC:33F3:296A (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
}}
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.
અષાઢ માસની પૂર્ણિમા ‘ગુરુ-પૂર્ણિમા’ તરીકે પ્રચલિત છે. આ દિવસે ગુરૂ-પૂજનનું વિશેષ મહત્વ છે. ગુરુ-પૂર્ણિમા વર્ષાઋતુના પ્રારંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી ભારતભરમાં કે વિશ્વમાં પરિભ્રમણ કરતાં સાધુ-સંતો એક જ સ્થળ પર રહીને જ્ઞાનની ગંગા વહેતી રાખે છે. આ ચાર મહિના આબોહવા(વાતાવરણ)ની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ હોય છે. ન વધારે ગરમી કે ન વધારે ઠંડી. આથી જ આ સમયગાળાને વિદ્યાભ્યાસ માટે સર્વોત્તમ મનાય છે. જેમ સૂર્યના તાપથી તપી ગયેલી ભૂમિ પર વરસાદના આગમનથી શીતળતા(ઠંડક) અને પાક(ધાન્ય, અનાજ) પેદા કરવાની શક્તિ મળે છે, તે જ રીતે ગુરુ-ચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગ-શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નો જન્મદિવસ પણ છે. જે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેમણે જ ચારે વેદોની રચના પણ કરી હતી. આ જ કારણથી તેમને ‘વેદ વ્યાસ’ થી પણ ઓળખવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવાય છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. કબીરદાસના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
શાસ્ત્રોમાં ‘ગુ’ નો અર્થ દર્શાવ્યો છે... અંધકાર અથવા અજ્ઞાન અને ‘રુ’ નો અર્થ છે... તેનો વિરોધી. ગુરુને ગુરુ એ માટે જ કહેવાય છે કે, તે અજ્ઞાનરૂપી અંધકારનું જ્ઞાનરૂપી ગંગાથી નિવારણ કરે છે. અર્થાત્ અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જનારને ‘ગુરુ’ કહેવાય છે.
अज्ञान तिमिरांधश्च ज्ञानांजन शलाकया, चक्षुन्मीलितम तस्मै श्री गुरुवै नमः
ગુરુ તથા ઈશ્વરમાં સમાનતા માટે એક શ્લોકમાં ઉલ્લેખ છે કે, જેમ ઈશ્વરને પામવા ભક્તિ જરૂરી છે તેમ ગુરુ માટે પણ ભક્તિ આવશ્યક છે. તથા સદ્ગુરૂની કૃપાથી ઈશ્વરનો સાક્ષાત્કાર પણ સંભવ બને છે. ગુરુની કૃપા વિના કંઈપણ શક્ય નથી.[[સભ્ય:Rpgajjar|Rpgajjar]] ([[સભ્યની ચર્ચા:Rpgajjar|ચર્ચા]])
 
{{સ્ટબ}}

edits