લોકનૃત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આ પણ જુઓ, બાહ્ય કડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૮:
* રાસડા: રાસડામાં લોકસંગીત મુખ્‍ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્‍ત્રી-પરુષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્‍ય છે.
 
* કોળી નૃત્‍ય: કોળી સૌરાષ્‍ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્‍યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી સ્‍ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી સ્‍ત્રીને જોવી એ એક લહાવો છે.
 
* મેરનૃત્‍ય: મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્‍યમાં આગવું સ્‍વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્‍ન ગંભીર છટા ઊભી કરે છે.