આનંદઘન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

સત્તરમી સદીના જૈન સાધુ, જ્ઞાનમાર્ગી પદ કવિ
Content deleted Content added
પાનાં "Anandghan" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૮:૧૫, ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

આનંદઘનએ સત્તરમી સદીના જૈન સાધુ, અધ્યામિક કવિ અને સ્તવન રચિયતા હતા. એમના જીવન વિશે ખૂબ ઓછી જાણકારી છે, પણ લોક ભાષામાં અને જૈન દેરાસરોના સંગમાં એમના સ્તવન ફિલસુફી, ભક્તિ, આધ્યાત્મિકતા માટે જાણીતા છે. 

જીવન

આનંદઘનના જિંદગી વિશે કોઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. મોટાભાગની માહિતી  ચરિત્ર અને મૌખિક ઇતિહાસ આધારિત છે.

તેમનો જન્મ રાજપૂતના (હાલ રાજસ્થાન, ભારત)માં થયો હતો. સ્તોત્રના ધારે તેમની જન્મ તારીખ અલગ છે. લગભગ 1603 કે 1604 સ્વીકાર્ય છે પણ અમુક અંદાજ મુજબ, તેમનો જન્મ 1624 પેહલા થયો હશે.તેમનું બાળપણમાં નામ લાભનંદ હતું. તેમને જૈન સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામ લાભવિજય હતું. તેઓ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકમાં તપા ગચ્છના હોઈ શકે પણ જૈન સાધુ પરંપરામાં તેમનું નામ ક્યાંય દર્શાવેલ નથી. તેઓ પંથ કે ગચ્છના સંકળાયેલા સાધુ તરીકે રહ્યા નહિ હોય. તેઓ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રહ્યા હતા. દંતકથા તેમને માઉન્ટ આબુ અને જોધપુર સાથે સાંકળે છે. તેઓ યશોવિજયની સાથે સંકલયેલા હતા અને તેમને મળેલા પણ હતા. તેઓ કદાચ રાજસ્થાનમાં મેડતામાં મૃત્યુ પામ્યા હશે કારણકે ત્યાં એમના નામનો ઉપાશ્રય છે. સ્તોત્ર પ્રમાણે, તેમની મૃત્યુની તારીખ અલગ-અલગ છે. લગભગ 1673 કરી 1674માં પણ 1694 પેહલા મૃત્યુ પામ્યા હશે.

સર્જન

તેઓ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરતા જેવી કે ગુજરાતી, રાજસ્થાની, બ્રજ। તેઓ રાજસ્થાની શબ્દો વાપરતા પણ ગુજરાતી પદ્ધતિથી લખતા. તે સમયે ભક્તિનો સમય ઉંચાઈ હતો ત્યારે મોટાભાગની આધ્યાત્મિક કવિઓ સ્થાનિક ભાષામાં લખતા।તેમનું  કામ ધાર્મિક હતું તેની સાથે સાથે આંતરિક આધ્યાત્મિક પણ કેન્દ્રિત હતું. 

આનંદઘન ચૌવીસીમાં ફિલસુફીના ચૌવીસ સ્તવનને બદલે બાવીસ જ સ્તવન છે. બીજા બે સ્તવન પાછળથી બીજા દ્વારા ઉમેરાયેલા છે. દરેક સ્તવનએ બધા ચોવીસ તીર્થંકરને સમર્પિત છે. દંતકથા પ્રમાણે સ્તવનની રચના માઉન્ટ આબુમાં થઈ હોવી જોઈએ જ્યાં તેઓ યશોવિજયને મળેલા જેમને યાદ હતા.

જુદી-જુદી હસ્તપ્રતોમાં જુદી-જુદી સંખ્યામાં સ્તવનો અનંદઘન બહતરીમાં સંગ્રહળેલાં છે. જે 1775 સુધીમાં મૌખિક અને લેખિત હસ્તપ્રતોમાં સંગ્રહ થઈ ગયા હતા. તેના પદો જુદા-જુદા રાગમાં છે. એમાંના કેટલાક પદો બીજા કવિ જેવાકે કબીર , સુરદાસ, બનારસીદાસ વગેરેના છે. 

પ્રભાવ

યશોવિજય, જૈન સાધુ, જેઓ આનંદઘનથી પ્રભાવિત હતા. તેમણે ચોવીસી પર ભાષ્ય અને આઠ શ્લોક અષ્ટપદી તેમને સમર્પિત કરતા લખ્યા છે.

તેમના સ્તવનો આજે પણ જૈનોમાં સાથે સાથે હિંદુઓમાં પ્રચલિત છે કારણકે તેની પ્રાકૃતિક રચના બિન સાંપ્રદાયિક અને આંતરિક અધ્યામિકતા પર ભાર મુકેલો છે. તે જૈન દેરાસરોમાં ગવાય છે. તેઓ શ્વેતાંબર સંઘ સાથે સંકયાળેલાં હોવા છતાં તેમાં સ્તવનો દિગંબર સ્તવનોમાં પણ જોવા મળે છે. રાજેશ ઝવેરી દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર હેઠળ 2006માં ધરામપુર, ગુજરાતમાં ધાર્મિક શિબિર યોજાયેલી, જેમાં ગુજરાતે ચોવીસી પર વ્યાખ્યાન આપેલા। તેમના સ્તવનમાંથી ગાંધીજીએ તેમની પ્રાર્થના પુસ્તકમાં 'કોઈ કહે રામ, રહેમાન, કૃષ્ણ કે શિવ' એ ઉમેરેલું।

નોંધ અને સંદર્ભ

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ