ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્યકડીની વાક્યરચના સરખી કરી.
કડી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩:
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ [[કસ્તૂરભાઈ લાલભાઈ]]નું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
 
‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ‘કાન્તા’''[[કાન્તા]]'' (૧૯૫૪), ‘નૃસિંહાવતાર’ (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.