કલાપી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૨૧:
| signature = Kalapi autograph.svg
}}
'''ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી''', ‘કલાપી’ ([[જાન્યુઆરી ૨૬|૨૬મી જાન્યુઆરી]] ૧૮૭૪, [[જૂન ૯|જૂન ૯]] ૧૯૦૦) નો જન્મ [[લાઠી]] (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢદૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
 
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ]], [[ન્હાનાલાલ]], સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.