ભીમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૨:
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ એક કેન્દ્રીય યોદ્ધા રહ્યો, જેણે કૌરવોની ૧૧ [[અક્ષૌહિણી]] સેના માંથી ૬નો અંત આણ્યો. ૬ [[અક્ષૌહિણી]] સેનાને આંકડા સ્વરૂપે મુકતા તે ૧૭,૦૫,૮૬૦ માણસો અને ૭,૮૭,૩૨૦ પ્રાણીઓ જેટલી થાય છે. આ આંકડાજ ભીમની અનંત શક્તિઓનો ચિતાર આપે છે. યુદ્ધમાં કૃષ્ણનો પુત્ર સ્વયં તેનો સારથિ રહ્યો હતો. યુદ્ધના ૧૮ મુખ્ય દિવસે કૌરવો તેનો સામનો કરતાં ગભરાતા અને તેની સામે યુદ્ધ માટે હાથીઓ મોકલતાં. મહાભારતનું એક આખું ઉપ પ્રકરણ ભીમે યુદ્ધ દરમ્યાન તેના સારથિ (કૃષ્ણપુત્ર)ની સાથે કરેલા મજાક ભરેલા વાર્તાલાપ પર આધારિત છે. આ એક હજી પુરાવો છે કે વેદ વ્યાસે ભીમને કથામાં કેટલી મહત્તા આપી છે. ભીમનું પસંદગીનું હથિયાર ગદા હતું, તે જણાવે છે કે તે દ્વંદ્વ યુદ્ધમાં કુશળ હતો. તેણે મહાવીરોનો નાશ કર્યો જેવાકે બક (માનવ-ભક્ષક જાતિ નો રાજા), કિર્મિર (બકનો ભાઈ), મનિમન (કુબેરના બગીચાના રક્ષક અસુર), જરાસંઘ, દુશાસન, વગેરે. જ્યારે અર્જુન જયદ્રથને મારવા પ્રયત્ન કરતો હતો ત્યારે તેણે દ્રોણના રથને ૮ વખત તોડી તેને માત આપી.
 
તેણે કર્ણને પણ યુદ્ધમાંથી મેદાન છોડી જવા વિવશ કર્યો જ્યારે તે દુર્યોધનના ભાઈઓને બચાવવા પ્રયત્ન કરતો હતો. તેણે યુદ્ધ દરમ્યાને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો જેથી પાંડવોને દ્રોણનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો એવી અફવા ફેલાવવા મદદ મળી. યુદ્ધના અંતે તેને દુર્યોધનને કમર નીચે(મલ્લ યુદ્ધના નિયમ વિરુદ્ધ) પ્રહાર કરી જીવલેણ રીતે ઘાયલ કર્યો. આ સમયે બલરામે કપટ માટે ભીમની નિંદા કરી પણ કૃષ્ણ દ્વારા તેમને શાંત કરવામાં આવ્યાં.કારણ કે તેણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા આવું કૃત્ય કર્યું હતું.પોતાનાથી મોટાઓને પુજ્ય તરીકે ગણતા યુદ્ધ દરમ્યાન કોઈ પણ વડીલની હત્યા ન કરી, આ તેના ગુણોને પ્રદર્ષિત કરે છે. એક માત્ર વડીલને તેણે માર્યા હોય તો તે છે રાજા બાહ્લિક (ભિષ્મના મોસાળ પક્ષનાં-મામા કે માસા) અને આ પણ તેણે તેમની વિનંતી કરવાથીજ કર્યું, કેમ કે કૌરવોનો સાથ આપવાનું તેમને અત્યંત દુ:ખ હતું (પોતાના ભાણિયા ભીષ્મને લીધે બાહ્લિકે કૌરવ પક્ષે લડવું પડ્યું હતું). તેના જીવનનો અંત તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે સદેહે વૈકુંઠની યાત્રા દરમ્યાન થયો. આ પ્રવાસમાં તેનું મૃત્યુ છેલ્લે થયું અને માત્ર યુધિષ્ઠિર એકલા જ સદેહે વૈકુંઠ પહોંચી શક્યાં.
 
==જાણવા જેવું==
"https://gu.wikipedia.org/wiki/ભીમ" થી મેળવેલ