અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સામ્રાજ્ય વિસ્તાર: જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૪૧:
== સામ્રાજ્ય વિસ્તાર ==
[[File:Maurya_Dynasty_in_265_BCE.jpg|thumb|right|અશોકનું સામ્રાજ્ય]]
અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવાદેવામાં આવ્યો હતો.
 
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
 
આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોક્નેઅશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી ''દેવી''નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહ કરી લીધા.
 
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના [[આસામ]]થી [[ઈરાન]]ની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ