રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Museum quality photograph original colours
લીટી ૧૮:
તીવ્ર છાયાપ્રકાશના વિરોધી અભિગમથી ચિત્રિત તેમની ચિત્રસૃષ્ટિમાં અપૂર્વ મનોવૈજ્ઞાનિક નીરૂપણ જોવા મળે છે. શરીરના દેખાવ અને હાવભાવની સાથે સાથે, રૅમ્બ્રાં મનના આંતરિક મનોમંથનો પણ તેઓ કૅન્વાસ પર ચિત્રિત કરી શક્યા છે. બર્લિન મ્યુઝિયમમાં રહેલ તેમના આરંભકાલીન ચિત્ર ''ધ મની ચેંજર'' (૧૬૨૭) માં ખૂણામાં બેઠેલો ચશ્માંધારી વૃદ્ધ પુરુષ એકાઉન્ટના ચોપડાઓની થપ્પીઓથી વીંટળાયેલો અને કાર્યમજ્ઞ બતાવાયો છે. એના હાથ પાછળ રહેલ એકમાત્ર મીણબત્તીથી જ સમગ્ર ચિત્ર પ્રકાશિત થયેલું છે. અંધારિયા વાતાવરણમાં વૃદ્ધના ચહેરા પાછળ ચાલી રહેલી મથામણો આ ચિત્રનો વિષય છે. તેમના એક અન્ય આરંભકાલીન ચિત્ર ''સ્કૉલર ઈન હિઝ સ્ટડી'' માં ઊંચી છતવાળા વિશાળ અભ્યાસખંડમાં પથરાયેલ સૌમ્ય પ્રકાશનો વિષય છે.<ref name=madia/>
 
[[File:Rembrandt Harmensz.- vanThe RijnAnatomy 007Lesson of Dr Nicolaes Tulp.jpg|thumb|ઍનટમી લેસન ઑફ્ ડૉ. ટુલ્પ|right|200px]]
ઍમ્સ્ટરડૅમમાં સ્થિર થયા પછી ૧૬૩૨માં રૅમ્બ્રાંએ પોતાની ઉત્તમ કૃતિ ''ઍનટમી લેસન ઑફ્ ડૉ. ટુલ્પ''ની રચના કરી. આ ચિત્રમાં તેમને નામાંકિત તબીબ ડૉ. ટુલ્પ અને અન્ય તબીબોના સત્તાવાર સમૂહ-વ્યક્તિચિત્રણમાં જૂની પ્રણાલીનો ભંગ કરીને નવી પ્રણાલીનો પ્રારંભ કરેલ છે. આ ચિત્રમાં જૂની પ્રણાલીની જેમ વ્યક્તિઓને કૃત્રિમ સ્મિત પહેરાવી હારબંધ અને અક્કડ રીતે બેસાડવાને બદલે રૅમ્બ્રાંએ ડૉ. ટુલ્પને શબ-છેદનનું પ્રત્યક્ષ નિદર્શન કરતા બતાવ્યા છે અને અન્ય તબીબોને કુતૂહલપૂર્વક ડોક લંબાવીને તેનું નિરીક્ષણ કરતા બતાવ્યા છે. ચિત્રમાં તબીબો ઉપરાંત શબ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બધાં કારણોને લીધે આ ચિત્ર સમૂહ-વ્યક્તિચિત્ર અને સ્થિતિચુસ્ત બનવાને બદલે જીવંત બની શક્યું છે.<ref name=madia/>