લોકનૃત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું SUTHAR PRAKASHKUMAR GANPATBHAI (talk) દ્વારા કરેલ ફેરફારોને 106.213.131.151 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૭:
 
* રાસ: હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે.
 
* મેરાયો :- બનાસકાંઠા > થરાદ
થરાદના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ, લોકનૃત્ય 'મેરાયો' રમાયુ
 
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહી છે. વર્ષોની પરંપરા મુજબ આજે ભાઈબીજના અવસરે મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવે છે. મેળાને નિહાળવા, નકળંગ ભગવાનના દર્શનનો લહાવો લેવા અને મેરાયો જોવા માટે ભારે ભીડ જામે છે. થરાદ તાલુકાના ઝેંટા, લૂણાલ, સવપુરા, મોટીપાવડ, ડોડગામ, વાવના ઉચપા અને સૂઈગામ તાલુકાના લીંબાળા ગામે ભગવાન નકળંગના સાનિધ્યમાં રમવામાં આવે છે.
ગુજરાતનાં લોકનૃત્યોમાં મેરાયોનો સમાવેશ થાય છે. આ મેરાયો લોકનૃત્ય થરાદ - વાવના ઠાકોરો ( કોળી ) નું લોકનૃત્ય છે. આ મેરાયાનો પ્રારંભ થરાદમાં મુસ્લિમ સત્તાના સમયમાં થયો હતો. આ સમયે ઠાકોરોએ લોકોમાં જાગૃકતા ફેલાવવાના ઉદ્દેશથી મેરાયો રમવાની શરૂઆત કરી હતી. મેરાયો રમવાથી ગામમાં પ્રજા એકઠી થતી. થોડા વર્ષો બાદ તેની નકળંગ ભગવાનના મંદિરો એ યોજાતા લોકમેળામાં રમવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
મેરાયો રમવાની શરૂઆત વાવ તાલુકાના દૈયપ ગામના ઠાકોરોએ થરાદ તાલુકામાં કરી હતી. આ મેરાયો નૃત્ય ત્રણ દિવસ સુધી રમવામાં આવતું હતું. દિવાળી અને કારતક સુદ એકમ ના દિવસે જે - તે ગામમાં અને કારતક સુદ બીજ (ભાઈબીજ)ના રોજ થરાદ - વાવમાં યોજાતા નકળંગ ભગવાનના મેળામાં રમવામાં આવે છે. જેમાં થરાદ તાલુકાના લૂણાલ, સવપુરા, મોટીપાવડ, ઝેંટા, ડોડગામ અને વાવના ઉચપા અને સૂઈગામ તાલુકાના લીંબાળા ગામે ભરાતા કારતક સુદ બીજના મેળામાં રમવામાં આવે છે. મેરાયાને સ્થાનિક ભાષામાં 'મેરાઈયુ' તરીકે ઓળખવામાં આવે છે.
મેરાયાનો આકાર ઉપરથી ગોળ હોય છે. તેને મુંજાળી (ઝૂંઝાળી) ની સળિયાંમાંથી અને સરખડના ઘાસમાંથી બનાવવામાં આવે છે. તેની નીચે ઝુંમખાં લગાવવામાં આવે છે. જેને નાગલીઓ કહેવામાં આવે છે. આ નાગલી ઓમાં મુંઝાળી (ઝૂંઝાળી) વાપરવામાં આવે છે. આ લોકનૃત્ય રમતી વખતે સામસામે દ્વન્દ્વ યુધ્ધ ખેલવામાં આવે છે, અને સમૂહમાં પુરૂષો શૌર્ય રસના પ્રબંધન માટે હુડીલા ગાવે છે. સ્થાનિક ઈતિહાસકાર પ્રકાશભાઈ સુથાર ના જણાવ્યા અનુસાર, થરાદ-વાવ ના લોકનૃત્ય મેરાયોનું નામ ગુજરાતભરમાં આજે ગુંજતું થયુ છે. એક પ્રાચીન પરંપરાને થરાદે સાચવી છે. જોકે, તેની લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે. મેળામાં આવતા મેરાયોની સંખ્યામાં પણ ઘટાડો આવી ગયો છે. આ મેરાયો એ થરાદ-વાવ ની મોટી ઓળખ છે. મેરાયો લોકનૃત્યને વિવિધ યુનિવર્સિટીઓ અને પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવી રહ્યું છે, તેનાથી વિશેષ ગૌરવ શું હોઈ શકે....!!
આ મેરાયોની લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે. વર્ષો પહેલાં દરેક મેળામાં ચાર-પાંચ મેરાયાં આવતાં હતાં, પરંતુ હાલમાં બે-ત્રણ જ આવે છે. જે-તે મંદિરે આજુબાજુના વિસ્તારના ઠાકોરો મેરાયો લઇને રમવા આવે છે.
 
* હાલીનૃત્‍ય: હાલીનૃત્‍ય [[સુરત જિલ્લો|સુરત જિલ્‍લા]]માં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
Line ૪૪ ⟶ ૩૪:
* સીદીઓનું ધમાલનૃત્‍ય: જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્‍છનો ઝુડો ફેરવતો જાય છે.
 
* મેરાયો: આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્‍ય જોનારને હ્રદય થંભી જતું હોય એમ લાગે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
 
* ડાંગીનૃત્‍ય: [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્‍લા]]ના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.