ઓડિપસ ગ્રંથિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર, કામ ચાલુ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
==પાર્શ્વભૂમિ==
[[File:AmaliaFreud.jpg|thumb|upright|મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઈડે ૧૬ વર્ષની ઉંમરે તેમની માતા સાથે; 1872.]]
પુરાણા ગ્રીક સાહિત્યમાં ઓડિપસ નામનું એક પાત્ર આવે છે. જેણે પોતાના પિતાનું ખૂન કરીને પોતાની માતા સાથે લગ્ન કર્યું હતું. જોકે પિતાનું ખૂન અને માતા સાથે લગ્ન - આ બંને ઘટના તેના દ્વારા અજાણતા જ બની હતી. ફ્રોઈડે પોતાના 'ઓડિપસ ગ્રંથિ' વિશેના ખ્યાલની સમજૂતી ઓડિપસના પાત્ર દ્વારા આપી છે.<ref name="ભટ્ટ2014">{{cite book|last=ભટ્ટ|first=કુસુમબેન કે.|title=વ્યક્તિત્વના સિદ્ધાંતો|year=2014|orig-year=1981|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|location=અમદાવાદ|page=૬૮-૬૯}}</ref>
 
==સમજૂતી==
ફ્રૉઈડ માને છે કે બાળક જન્મે ત્યારે શરૂઆતમાં તેની મોટાભાગની ઈચ્છાઓ માતા દ્વારા સંતોષાતી હોય છે, એટલે બાળકમાં માતા પ્રત્યે અદમ્ય આકર્ષણ ઉત્પન્ન થાય છે. તેને માતાથી વિખૂટા પડવું ગમતું નથી અને માતાના સતત સહવાસની ઝંખના તેનામાં ઊભી થાય છે. આ ઝંખના શરૂઆતમાં સંતોષાતી રહે છે પરંતુ ધીમે ધીમે તેમાં અવરોધો આવતા જાય છે. આ અવરોધ ઉત્પન્ન કરનાર પ્રથમ પરિબળ તેના પિતા હોય છે. પિતાને લીધે માતા બાળક પ્રત્યે, બાળકને સંતોષ થાય તેટલું ધ્યાન આપી શકતી નથી પિતાની સગવડ સાચવવામાં તેણે બાળકની ઘણી જરૂરિયાતો અવગણવી પડે છે. ફ્રૉઈડના મંતવ્ય પ્રમાણે માતાપિતાના જાતીય સંબંધોને લીધે બાળકને માતાનો જે વિયોગ ભોગવવો પડે છે, તે બાળકને માટે આવેગની દ્રષ્ટિએ ઘણો આઘાતજનક હોય છે. તેને પરિણામે બાળકમાં તેના પિતાને મારી નાખવા સુધીની ઇચ્છા ઉત્પન્ન થાય છે.<ref name="ભટ્ટ2014"/>
 
ફ્રૉઈડ માને છે કે નાના બાળકની માનસિક પરિસ્થિતિ ઑડિપસ જેવી જ હોય છે, જેમાં તેને માતા પ્રત્યે તીવ્ર આકર્ષણ હોય છે અને પિતા પ્રત્યે તેટલી જ ધૃણા હોય છે. માતા પ્રત્યેનું આકર્ષણ, માતા તેની મોટાભાગની જરૂરિયાતો સંતોષતી હોવાથી સ્વાભાવિક રીતે જ જન્મ્યું હોય છે, જ્યારે પિતા તેની જરૂરિયાતોના સંતોષમાં વિધ્ન તરીકેનો ભાગ ભજવતો હોવાથી, પિતાને ગમે તે રીતે દૂર કરવાની કે મારી નાખવાની ઇચ્છા તેનામાં જન્મે છે. ફ્રૉઈડે આ ઇચ્છાને વિકૃત ગ્રંથિ ગણાવી છે અને તેને 'ઓડિપસ ગ્રંથિ' નામ આપ્યું છે. આ ગ્રંથિ છોકરામાં ઉદભવે છે, છોકરીમાં નહિ. તેમજ બહુ જ નાની ઉંમરે બાળકમાં આ ગ્રંથિ ઉદભવે છે.<ref name="ભટ્ટ2014"/>
 
==સંદર્ભો==