ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સેપરેશન / પરફોરેશન: વધુ માહિતી માટે મુખ્ય લેખની સુત્રતા જોડેલ છે.
→‎શોધ: વિસ્તૃત્ કરેલ્ છે.
લીટી ૩:
 
==શોધ ==
ટપાલ ટિકિટો ચલણમાં આવી તે પહેલાં ટપાલ ખર્ચ મોકલનાર પાસેથી રોકડો વસૂલાતો અથવા જેને કાગળ મોકલવામાં આવ્યો છે તેના દ્વારા ચૂકવાતો. આધુનિક ઇતિહાસને તપાસતાં માલૂમ પડે છે કે મોકવામાં આવેલી ટપાલ પર ખર્ચ ચૂકવવામાં આવ્યો છે કે કેમ તે દર્શવવા વિવિધ પદ્ધતિઓ વપરાઇ છે. જેમ કે ખર્ચ ચૂકવાયાના નિર્દેશ માટે કાગળ પર અનપેઈડ કે પોસ્ટપેઇડ ની છાપ મારવામાં આવતી. આમ, ટપાલ ટિકિટ્ની શોધ એ કોઇ એકનું પ્રદાન ન રહેતાં ઘણા બધાં વ્યક્તિઓનું સહિયારું પ્રદાન ગણાય.
'''વિલિયમ ડોકવારા'''
૧૬૮૦ માં, લંડનમાં રહેતા ઈગ્લેંડના એક વેપારી વિલિયમ ડોકવારા અને તેના સાથી રોબર્ટ મૂરે એ '''‘લંડન પેની પોસ્ટ’''' ની સ્થાપના કરી. ફ્ક્ત એક પેનીના ખર્ચમાં જ લંડનની અંદરોઅંદર જ ટપાલ તથા નાના પાર્સલ પહોંચાડી આપવાની સુવિધા આપવામાં આવતી હતી. ટપાલ પહોંચી ગયાની ખરાઇ માટે ટપાલ કે પાર્સલ પર હાથથી સિક્કો કે છાપ મારવામાં આવતી. જોકે આ છાપ કે સિક્કો કોઇ અલગ કાગળનો ટૂકડો ન હતો છતાં ઘણા ઇતિહાસકારો દ્વારા તેને વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ ગણાય છે.(૧)વિલિયમ ડોકવારા અને તેની પેની પોસ્ટ સર્વિસ કેનેડિયન મ્યુઝીયમ ઓફ સિવિલાઇજેશન ૮ નવેમ્બર ૨૦૧૦
 
'''લોવરેન્ક કોસીર'''
૧૮૩૫ માં, ઓસ્ટીયા-હંગેરી (હાલ સ્લોવેનિયા) ના નાગરિક લોવરેન્ક કોસીરએ “ટપાલ ખર્ચ વસૂલ્યાની રસીદ દર્શાવતો ટૂકડો” ચોંટાડવા સુચવ્યો હતો. (૨)નવા મુદ્દાઓ: ટેકનીકલ વિગતો: લોવરેન્ક કોસીર, સ્ટેન્લી ગિબન્સ, ૧૦ મે ૨૦૧૧ ઇંટરનેટ આર્કાઇવ
જોકે અમલદારો દ્વારા તેની ભલામણોનો અમલ થયો ન હતો. ગિબન્સ સ્ટેમ્પ માસિક, એપ્રિલ ૧૯૪૯, નવી લોવરેંડ હિલ્ની મળો, પ્રુષ્ઠ ૮૫
 
'''રોવલેન્ડ હીલ'''
૧૮૩૫ રોલેન્ડ હીલે ઈંગ્લેન્ડની કર બાબતની પરિસ્થિતિઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે નોંધ્યું કે દર વધવા છતાં ટપાલની આવક ઘટતી જતી હતી. અભ્યાસમાં દર્શાવાયું કે ટપાલ ખર્ચ ચૂકવ્યા વિનાના (અનપેઈડ) કાગળો જેમને મોકલાયા છે તેમના દ્વારા અસ્વિકાર કરાતો. (ટપાલ ટિકિટોની રોમાંચક દુનિયા એસ. પી. ચેટરજી નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વિતિય પુનર્મુદ્રણ ૧૯૯૯ પૃ. ૧૪ )૧૮૩૬ માં, બ્રિટીશ સાંસદ રોબર્ટ વેલેસે, સર રોવલેન્ડ હીલ ને ટપાલ સેવા સંબંધિત કેટલાંક પુસ્તકો અને દસ્તાવેજ આપ્યાં. જેને હીલે “અડધો ટન સામગ્રી” તરીકે વર્ણવ્યાં છે. ગહન અભ્યાસ બાદ, ૪ જાન્યુઆરી ૧૮૩૭ના રોજ હીલે '''“પોસ્ટ ઓફિસ સુધારા: તેની ઉપયોગીતા અને પ્રાંસગિકતા”''' શીર્ષક હેઠળ તેમનો અહેવાલ “ખાનગી અને ગોપનીય”ની નોંધ સાથે ચાન્સેલર ઓફ એક્સથેકર – થોમસ સ્પ્રીંગ રાઇસને સુપરત કર્યો. ચાન્સેલરે હીલને મુલાકાત માટે બોલાવી અહેવાલમાં થોડા ઘણાં સુધારા પૂરવણી રૂપે સૂચવ્યાં. જે હીલે ત્યારબાદ ૨૮ જન્યુઆરી ૧૮૩૭માં સુપરત કર્યાં. પોસ્ટ ઓફિસ સુધારા અંતર્ગત હીલે ટપાલના દર નીચા અને સમાન રાખવાનો તથા અગાઉથી પૈસા ચૂકવવાનો આગ્રહ રાખ્યો. <br>
ટપાલ ખર્ચને અગાઉથી લેવાતી ફીને કારણે આવકની ખોટમાં ઘટાડો નોંધાયો. સાથે સાથે ટપાલ પહોચાડ્યાં પછી સ્વીકારનારા પાસેથી ટપાલ ખર્ચ ઉઘરાવાની ઝંઝટનો અંત આવ્યો. બ્રિટનનીસફળતાથી પ્રેરાઇને અન્ય દેશોએ પણા ટપાલ ટિકિટો બહાર પાડી.
રોબર્ટ હીલ અને તેમના દ્વારા સૂચવાયેલાં સુધારાઓને ઘણા દેશોની ટપાલ ટિકિટો પર સ્થાન મળ્યું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ તેમના સન્માનમાં વર્ષ ૧૯૮૦માં નવી દિલ્હી ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ટપાલ ટિકિટ પ્રદર્શન દરમ્યાન એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.
 
'''જેમ્સ ચેલ્મર્સ'''
૧૮૮૧ માં સ્કોટીશ વ્યક્તિ પેટ્રીક ચેલ્મર્સ એ તેના પુસ્તક “૧૮૩૭ની પેની પોસ્ટેજ સ્ટેમ્પ” માં એવો દાવો કર્યો કે, ટપાલ ટિકિટ્ની શોધનો શ્રેય તેના પિતા જેમ્સ ચેલ્મર્સને જાય છે. તેને પુસ્તકમાં જણાવ્યું કે ઓગસ્ટ ૧૮૩૪ માં તેના પિતાએ લખેલા નિબંધમાં ટપલ ટિકિટનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. અને તેના વપરાશની ભલામણ પણ કરવામાં આવી છે. ૧૮૯૧ માં પેટ્રીકનુ અવસાન થયું ત્યાં સુધી તેઓ ટપાલ ટિકિટના મૂળ શોધક તરીકેનો શ્રેય તેમના પિતાને મળે ત માટે પ્રયત્નશીલ રહ્યાં. પેટ્રીકના દાવાનો પહેલો પૂરાવો ૮ ફેબ્રુઆરી ૧૮૩૮ની તારીખનો એ નિબંધ છે જેનો પોસત ઓફિસ દ્વારા ૧૭ ફેબ્રુઆરી ૧૮૩૮ ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો જેમાં તેના પિતાએ ચોંટાડીએ શકાય તેવી ટપાલ ટિકિટનો ઉલ્લેખ કરેલ છે. <br>
“…. મિ. હીલની પોસ્ટેજના સમાન ખર્ચની યોજના છે. મારા મતે સૌથી સરળ અને સસ્તો એ છે કે, છાપવાળી ચબરખી તૈયાર કરવામાં આવે જેના પાછળના ભાગમાં ચોંટાડી શકાય તેવો ગુંદર જેવો પદાર્થ લગાડેલો હોય….” <br>
ચેલ્મર્સના નિબંધની મૂળ હસ્તપ્રત હાલ યુનાઇટેડ કિંગડમના રાષ્ટ્રીય પોસ્ટલ મ્યુઝીયમ ખાતે સચવાયેલી છે. ચેલ્મર્સના નિબંધમાં અને હીલના સુધારામાં પોસ્ટેજ ખર્ચના મૂલ્યની સમાનતા જોવા મળે છે. બની શકે કે ચેલ્મર્સ હીલની ભલામણોથી વાકેફ હોય અથવા તેમણે હીલની ભલામણોના દસ્તાવેજ મળી ગયાં હોય. ચેલ્મર્સના નિબંધમાં ક્યાંય છાપ પાડે શકાય તેટલા આકારનો કાગળનો ટુકડો” જેવો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. જે દર્શાવે છે કે, કાં તો ચેલ્મર્સએ હીલના વિચારની ઉઠાંતરી કરી હોય અથવા તે તેમનો સ્વતંત્ર વિચાર હોઇ શકે છે. જેમ્સ ચેલ્મર્સે “ ટપાલ ખર્ચના નીચા અને સમાન દરો” અનુસંધાને હાઉસ ઓફ કોમન્સમાં અરજી (પીટીશન) પણ દાખલ કરેલી. પહેલી પીટીશન ૪ ડિસેમ્બર ૧૮૩૭. ત્યારબાદ ૧લી મે ૧૮૩૮, ૧૪ મે ૧૮૩૮ અને ૧૨ જૂન ૧૮૩૯. એમ કુલ ચાર પીટીશન દાખલ કરેલી. તે જ સમયે અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા પણ આ જ પ્રકારની ઘણી પીટીશન દાખલ કરાયેલી. બધી જ પીટીશન નીચા દર, ગ્રાહકલક્ષી, વજન પમાણે ટપાલ ખર્ચની ચુકવણીની ભલામણ કરતી હતી. આ બધી જા ભાલમણો હીલના દસ્તાવેજમાં જોવા મળે છે.
 
'''અન્ય દાવેદારો'''
*બ્રિટીશ મ્યુઝીયમના ડૉ. જહોન ગ્રે
*સેમ્યુઅલ ફોરેસ્ટર, સ્કોટીશ કર અધિકારી
*સ્ચર્લ્સ વ્હાઈટીંગ, લંડન સ્ટેશનર
*સેમ્યુઅલ રોબર્ટ્સ, વેલ્સ
*ફ્રાન્સિસ વોરેલ સ્ટીવન્સ – લૌટનના સ્કૂલ માસ્તર
*ફર્ડિનાન્ડ ઇગાર્ટર, ઓસ્ટ્રીયા
*ક્યુરી ગેબ્રીઅલ ટ્રેફેનબર્ગ, સ્વીડન
 
== ઇતિહાસ ==
[[File:Penny black.jpg|thumb|right|પેન્ની બ્લેક, વિશ્વની સૌથી પહેલી ટપાલ ટિકિટ.]]