"ઉપદંશ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

રેફ ક્લોઝિંગ
(File:Treponema pallidum.jpg|thumb|ઈલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપ દ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
(રેફ ક્લોઝિંગ)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
[[File:Chancres on the penile shaft due to a primary syphilitic infection caused by Treponema pallidum 6803 lores.jpg|thumb|ઉપદંશના પ્રથમ તબક્કામાં લિંગ ઉપર જોવા મળતું ચાંદુ]]
 
સંસર્ગના ૧૦થી ૯૦ દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબકામાં સંસર્ગસ્થાને ચાંદુ પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદુ જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદુ એક હોય છે અને તે પીડારહિત હોય છે. ચાંદામાંથી તરલસ્ત્રાવ થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલ બીજી ચામડી ઉપર પણ ચાંદુ પડે છે. ચાંદુ થયા પછી ૭થી ૧૦ દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદુ મોટેભાગે ૩થી ૮ સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે.<ref name="પરીખ2004"/>
 
===બીજો તબક્કો===
[[image:2ndsyphil2.jpg|thumb|upright=1.4|બીજા તબક્કામાં દર્દીના આખા શરીરે જોવા મળતા લાલ રંગનાં ચકામા]]
 
જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.<ref name="પરીખ2004"/>
 
==સંદર્ભો==