ઉપદંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
રેફ ક્લોઝિંગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
 
જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.<ref name="પરીખ2004"/>
 
==સારવાર==
ઉપદંશની સારવારમાં પેનિસિલિન મુખ્ય દવા છે. દર્દીને પેનિસિલિનની ઍલર્જી નથી તે ચકાસી લેવું જરૂરી છે. દર્દીને મોટેભાગે બેથી ત્રણ સપ્તાહ જેટલા લાંબા સમય સુધી અસર કરતું પેનિસિલિનનું ઇંજેક્શન અપાય છે. ઉપદંશના શરૂઆતના તબક્કાઓમાં બેન્ઝેથાઇન પેનિસિલિનનું ૨૪ લાખ યુનિટનું એક ઇંજેક્શન અપાય છે, જ્યારે ઉપદંશના પાછળના તબકાની સારવારમાં બેન્ઝેથાઇન પેનિસિલનના ૨૪ લાખ યુનિટનું એક એવાં ત્રણ ઇંજેક્શન એક એક અઠવાડિયાના અંતરે અપાય છે. આ સિવાય પી.પી.એફ તથા પેનિસિલિન-જી પણ આપી શકાય છે. જો દર્દીને પેનિસિલિનની ઍલર્જી હોય તો તેને ૧૫ દિવસ સુધી ટેટ્રાસાયક્લિન અથવા ઍરિથ્રોમાયસિન નામની એન્ટિબાયૉટિક દવા આપવામાં આવે છે.<ref name="પરીખ2004"/>
 
જો સગર્ભા સ્ત્રીની યોગ્ય સારવાર કરવામાં આવે તો ગર્ભાવસ્થાનો ઉપદંશ તેનાં બાળકમાં થતો અટકાવી શકાય છે. દર્દીની સારવાર સાથે સાથે તેના જીવનસાથી તથા તેની સાથે જાતીય સંસર્ગમાં આવેલી કે આવતી બીજી વ્યક્તિઓની પણ યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે સારવાર કરવામાં આવે છે.<ref name="પરીખ2004"/>
 
==સંદર્ભો==