ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[Image:chaitanya_mahaprabhu.jpg|thumb|right|200px|શ્રી ચૈતન્ય મહાપ્રભુ ]]
શ્રી ચૈતન્ય મહાપ્રભુ ([[બંગાળી ભાષા|બંગાળી]] চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૩)નો જન્મ હાલનાં [[પશ્ચિમ બંગાળ]]માં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ [[ફાગણ સુદ ((૦૧૫|ફાગણ સુદ પૂનમ]]નાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને [[બાંગ્લાદેશ]]) તથા [[ઓરિસ્સા]]ના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ [[ગૌડીય વૈષ્ણવ|ગૌડીય વૈષ્ણવો]] તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે.
 
તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું. બંગાળાનાં કૃષ્ણભકતો મહાપ્રભુને રાધા અને કૃષ્ણનાં મિશ્ર અવતાર માને છે. કહેવાય છે, જીવનનાં છેલ્લાં છ વર્ષો મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં (સંદર્ભ????). રાધાજી જેમ શ્રીકૃષ્ણનાં વિરહમાં રાત-દિવસ રડતાં હતાં, તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા, કયારેક નાચવા લાગતાં, કયારેક દોડવા લાગતાં, કયારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા. શ્રી મહાપ્રભુને કૃષ્ણ વિરહમાં રડતા જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભકિતમાં લીન થઈ જતાં. કેટલાય દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુના સંગમાં આવીને કૃષ્ણભકત બની ગયા. શ્રી મહાપ્રભુ ન્યાય, વેદાંતના પ્રખર પંડિત હતા. શ્રી મહાપ્રભુ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી મહાપ્રભુજીએ ‘શ્રી વિષ્ણુપ્રિયાજી’ સાથે લગ્ન કર્યાં.