મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધુ સાફ-સફાઇ.
નાનું અર્કાઇવ્ડ સંદર્ભ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬૪:
 
== પૂરાણમાં ઉત્તરાયણ==
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા [[ઋગ્વેદ]]માં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી [[મહાભારત]] કાળમાં [[ભીષ્મ]]એ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.<ref>{{cite web|title=આજે સૂર્યઉપાસનાનું વિશેષ મહત્ત્વ|url=http://www.divyabhaskar.co.in/2008/01/13/0801132339_important_sun.html|date=૧૩ જાન્યુઆરી ૨૦૦૮|archive-url=https://web.archive.org/web/20080622111922/http://www.divyabhaskar.co.in/2008/01/13/0801132339_important_sun.html|archive-date=૨૨ જૂન ૨૦૦૮|work=દિવ્ય ભાસ્કર}}</ref>
 
[[મહાભારત]]માં કુરુ વંશનાં સક્ષક [[ભીષ્મ|ભીષ્મ પિતામહે]] કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.