અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારો - lower alpha હટાવ્યું.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪૮:
 
== અકબરની રાજનિતી ==
અન્ય મધ્યયુગીન શાસકોની  જેમ અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો. અને તેને પોતાનુ રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પશ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી. અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૬૬૨૧૫૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના, રણથંભેર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, બંગાળ, કાબુલ, કાશ્મિર, સિંઘ, કટ્દહાર, અહમદનગર જીતી લીધા  ગોંડવાનામાં  વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાં ૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. આનાથી મુઘલ સમ્રાજ્યને બંદરનો લાભ મળતા તેના વ્યાપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઉત્તર અને મધ્ય ભારત ઉપર પોતાનો ઝંડો લેહરાવ્યા બાદ અકબરે પોતાનું ધ્યાન રાજપુતાના જીતવા પર  કેન્દ્રિત કર્યું તેણે અજમેર અને નાગોર તો પહેલાથી જ જીતી લીધા હતા આમ ઈ.સ.1561માં અકબરે રાજપુતાના જીતવાની સફરનો પ્રારંભ કર્યો મોટાભાગના રાજપૂત રાજાઓએ તેની આણ નો સ્વીકાર કર્યો આંબેરના રાજા ભારમલે પોતાની પુત્રી જોધા ના અકબર સાથે લગ્ન કર્યા અને આ સાથે અકબરે હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખ્યો આમ છતાં મેવાડના મહારાણા ઉદયસિંઘે તેની આણ માનવાનો ઇન્કાર કરી દીધો આથી રાજપુતાના પર  સંપૂર્ણ આધિપત્ય જમાવવા અકબરે ઇ.સ 1567માં ચિતૌડગઢ પર હુમલો કરીંને ચિતૌડ જીતી લીધું  અને મહારાણા ઉદયસિંહ ને મેવાડની ઘાટીઓમાં છુપાઈને આશરો લેવો પડ્યો આમ છતાં ઉદયસિંહના મહાન પુત્ર પ્રતાપે તેની સામે શરણાગતી સ્વીકારી નહીં અને ચિતૌડથી દૂર પર્વતો અને તળાવો ની વચ્ચે સુંદર જગ્યામાં એક નવું નગર વસાવ્યું જેનું નામ પોતાનાં પિતાના નામ પરથી "ઉદયપુર"રાખ્યું સમગ્ર રાજપૂતાનામાં માત્ર મેવાડ જ એકમાત્ર સ્વતંત્ર રાજ્ય રહ્યું આથી ઈ.સ. 1576માં અકબરે ફરીથી ઉદયપુર પર ચડાઈ કરી હલ્દીઘાટી ના મેદાનમાં મહારાણા પ્રતાપે અકબરનો વીરતાપૂર્વક સામનો કર્યો પરંતુ અકબરની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં  આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે.[૧]
 
અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ. પરંતુ ત્યારબાદ અકબરના પોતાની સેનાની પદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને અંત:પુરમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને અહમદનગર જીતી લીધું અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખુબ મજબુત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવીને કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવી થી અસિરગઢનો કિલ્લો જિત્યો.[૧]
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ