સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લખાણમાં આંશિક સુધારા અને સંદર્ભ ક્ષતિ નિવારી
માતા પિતા નામ ક્રમ ફેર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૪:
|વ્યવસાય = પક્ષી અભ્યાસ
|જીવનસાથી = તેહમીના
|માતા-પિતા = મોઈઝુદ્દીન ,ઝિનત- ઉન- નિસા, મોઈઝુદ્દીન
|પુરસ્કારો = [[પદ્મભૂષણ]] ૧૯૫૮, [[પદ્મવિભૂષણ]] ૧૯૭૬
}}
સલીમ અલી (૧૨ નવેમ્બર ૧૮૯૬ - ૨૦ જૂન ૧૯૮૭) <ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૨૯૭ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref> એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સલીમ અલીની દેન છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો સિંહ ફાળો છે. સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી. ૧૯૫૮ માં [[પદ્મભૂષણ]] અને ૧૯૭૬ માં [[પદ્મવિભૂષણ]] એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં. <ref name="પદ્મ એવોર્ડ્સ">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title= પદ્મ એવોર્ડ્સ | publisher=ગૃહ મંત્રાલય, ભારત સરકાર| date=૨૦૧૫ | accessdate=૨૧ જુલાઇ ૨૦૧૫}}</ref>પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.
 
==પ્રારંભિક જીવન==
સલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વહોરા હતા. તેમનો નો જન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. <ref name ="વ્યાસ2012"/> તેઓ તેમના પિતા મોઈઝુદ્દીન ના નવમા અને સૌથી નાના સંતાન સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ તમણે પિતાનુ છત્ર ગુમાવી દીધુ અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત- ઉન- નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં. <ref> અલી(૧૯૮૫):૧</ref> તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં. <ref> અલી(૧૯૮૫):૧૮</ref> એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી’ ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓ ( કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) નો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમને છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળ સહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ.<ref name ="વ્યાસ2012"/>આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરો માં કર્યો છે. <ref name="અલી૧૯૮૫">{{cite book |last=અલી |first=સલીમ |title=ધ ફોલ ઓફ સ્પેરો|page=૨૯૭ |edition= 1st|year=1985 |publisher=ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|isbn=0-19-562127-1}}</ref><ref> અલી(૧૯૮૫):૧૦</ref>