આલ્ફ્રેડ નોબેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
2402:8100:3982:CCCB:2E17:61FA:7D80:D674 (talk)એ કરેલો ફેરફાર 650219 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૩:
| onlysourced = no
}}
'''આલ્ફ્રેડ નોબલ'''નો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના રોજ [[સ્વિડન]]માં બાલ્ટિક સમુદ્રના કાંઠે આવેલા સ્ટોકહોમમાં થયો હતો. આલ્ફ્રેડ નું પૂરું નામ આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલ. તેમના પૂર્વજો 'નોબિલિયસ' તરીકે ઓળખાતા હતા. પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા. નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા. તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે [[ફ્રાન્સ]] અને અમેરીકામાં રહ્યાં. તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે. નોબલના નામે ૩૫૫ પેટન્ટની નોંધણી થયેલી છે. તેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને ૧૮૬૭માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું. ડાઈનેમાઈટના નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા. ૧૮૮૪માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા. ડાયનેમાઇટના શોધક ડૉ. આલ્ફ્રેડ નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કમાયેલા ધનનો વ્યાજબી ઉપયોગ માટે ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપની થઈ. તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ [[નોબૅલ પારિતોષિક|નોબેલ પારિતોષિકો]] નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી.
 
આલ્ફ્રેડ નોબલનું અવસાન ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ [[ઈટલી]]માં થયું હતું.