વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
:* {{ping|Dsvyas}} ઉપરોક્ત વિગતો બધા/ઘણા લેખમાં સમાન હોય એનો વાંધો નથી. સેન્સસ બુક મુજબનું હોય એ પણ યોગ્ય જ છે. પણ હાલમાં જે વિગત છે તે સાચી હોવાની ખાતરી નથી. એ વિગતની સત્યર્થતામાં મુશ્કેલી છે. જેમકે જે ગામમાં પ્રાથમિક શાળા ન હોય ત્યાં પણ આપણે પ્રાથમિક શાળા હોવાનું લખ્યું હોય કે જે ગામમાં તમાકુનો પાક ન લેવાતો હોય પણ કદાચ આપણે લખ્યું હોય. આથી ગામના લેખોમાંથી એ વિગત હટાવવા જણાવ્યું છે. ઉપર જણાવ્યું તેમ ગુજરાત સર્વસંગ્રહ કે અન્ય પુસ્તકોમાંથી જે તે ગામને લગતી વિગતો મળે છે જે ઉમેરી શકાય છે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૦:૪૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
::અમુક ગામો માટે બધી વિગતો સાચી નથી માટે બધા લેખોમાંથી એ વિગતો હટાવવી અને પછી જે ગામોમાં તે સાચી હોય તેમાં ઉમેરવા કરતા, જે ગામો માટે સાચી નથી એની જ ખરાઈ કરી ને એટલા જ ગામોમાંથી એ હટાવીએ તો વધુ ઉચિત ના રહે? આપેલી માહિતી સેન્સસ બુક પ્રમાણે સાચી નથી એવી ખાતરી હોય તો સેન્સસ બુકમાં રહેલી માહિતીથી એને બદલ્વી જોઈએ, નહિ કે દૂર કરવી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૩૭, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
:::કયા ગામ માટે કઈ વિગત સાચી છે અને કઈ વિગત ખોટી છે તે તપાસ કરવું એ બહુ મોટું કામ છે. ગામોના 18000થી વધુ લેખોમાં જ્યાં સુધી માહિતી ચકાસી ન રહીએ ત્યાં સુધી આપણે કોઈ સંદર્ભ વગર ખોટી માહિતી આપતા રહીએ એ વિકિપીડિયાની સત્યર્થતા માપદંડ મુજબ યોગ્ય ન કહેવાય. એના કરતા અત્યારે તમામમાં સંદર્ભ વગરની વિગત હટાવી દઈ સંદર્ભ સહિત જે વિગત મળે તે જ લેખમાં ભવિષ્યમાં ઉમેરી શકાશે.-[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૧:૧૩, ૧૨ માર્ચ ૨૦૧૯ (IST)
 
===અસહમત===