રાજેન્દ્ર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: zh:拉金德拉·普拉萨德
નાનું robot Modifying: ml:രാജേന്ദ്ര പ്രസാദ്‌; cosmetic changes
લીટી ૩૨:
 
'''ડૉ.રાજેન્દ્ર પ્રસાદ''' [[ભારત]]નાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને [[કોંગ્રેસ]] પક્ષનાં નેતા હતા. તેઓએ [[ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ|ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ]] માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ [[બંધારણ સભા]]નાં પ્રમુખ તરીકે [[ભારતનું બંધારણ|ભારતનાં બંધારણ]]નો મુસદ્દો તૈયાર કરેલ.તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલ.
== યુવા જીવન ==
રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ [[બિહાર]]નાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહદેવ સહાય [[પર્શિયન ભાષા|પર્શિયન]] અને [[સંસ્કૃત ભાષા]]નાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને [[રામાયણ]]ની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે [[પર્શિયન ભાષા]] શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા.(નોંધ:તે સમયમાં સમાજમાં બાળલગ્નનો રિવાજ હતો) ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ સાથે [[પટના|પટણા]]ની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. ''બિહાર કેસરી'' ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને ''બિહાર વિભૂતી'' ડૉ.અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાનીં ભાવના જાગૃત થઇ. ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ [[બિહાર]]નાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.
 
== આઝાદીની ચળવળ સમયે ==
[[Imageચિત્ર:Nehru bhulabhaidesai rajendraprasd aicc.png|thumb|left|[[જવાહરલાલ નહેરૂ]], ભુલાભાઇ દેસાઇ અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ (વચ્ચે) એ.આઇ.સી.સી.ની બેઠકમાં, એપ્રિલ,૧૯૩૯]]
વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. [[મહાત્મા ગાંધી]]નાં આદેશથી તેઓએ [[ચંપારણ સત્યાગ્રહ]] માં સ્વયંસેવક તરીકે જોડાયા. [[મહાત્મા ગાંધી]] પ્રત્યે પૂરી વફાદારી,સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિસ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પૂત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થી ને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા,જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. તેઓએ "''સર્ચલાઇટ''" અને "''દેશ''" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં [[બિહાર]] અને [[બંગાળ]]માં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ,રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. ૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ [[બિહાર]]માં આવેલ [[ધરતીકંપ]] વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ શાથીદાર અને વડીલ એવા "ડૉ.અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ,તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ|.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે,તેઓને દેશ છોડવાની મનાઇ હતી,તેમણે સિંધ અને [[પંજાબ]]માં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.
 
લીટી ૪૭:
{{ભારતના રાષ્ટ્રપતિ}}
 
[[categoryશ્રેણી:ભારત]]
[[categoryશ્રેણી:ભારતના રાષ્ટ્રપતિ]]
[[categoryશ્રેણી:ભારત રત્ન]]
 
[[bn:রাজেন্দ্র প্রসাদ]]
લીટી ૫૭:
[[hi:डाक्टर राजेन्द्र प्रसाद]]
[[id:Rajendra Prasad]]
[[ml:രാജേന്ദ്ര പ്രസാദ്‌]]
[[ml:രാജേന്ദ്രപ്രസാദ്‌]]
[[mr:राजेंद्र प्रसाद]]
[[ms:Rajendra Prasad]]