મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી:દ દેસાઇ->દેસાઈ
પ્રારંભિક જીવન/ થોડો ઉમેરો સંદર્ભ સાથે
લીટી ૪૧:
}}
[[File:Morarji Desai (portrait).png|thumb|મોરારજી દેસાઈ]]
'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૩૦૯ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref> તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ [[કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]]ના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઈ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ [[ચીન]] અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને [[ભારત]]-[[પાકિસ્તાન]]નાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન [[ભારત રત્ન]] (૧૯૯૧) તેમ જ [[પાકિસ્તાન]] દેશના સર્વોચ્ચ સમ્માન [[નિશાન-એ-પાકિસ્તાન]] (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.
 
આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.
લીટી ૪૭:
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|left|૧૯૩૭માં મોરારજી દેસાઈ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના તેમજ તાલુકામાં આવેલા [[ભદેલી દેસાઈ પાટી|ભદેલી]] ગામમાં થયો હતો. આ ગામ હાલમાં [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા (જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે) માં થયું. ત્યાર બાદ તેઓએ બાઇ અવાં બાઇ હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]] થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ૧૯૧૭માં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં બી. એ. થયા. વર્ષ ૧૯૧૮માં મે મહિનામાં બોમ્બે પ્રોવિન્શ્યલ સિવિલ સર્વિસમાં જોડાયા. તેમણે કારકિર્દીની શરૂઆત અમદાવાદ ખાતેથી પ્રોબેશનરી કલેક્ટર તરીકે કરી હતી. ત્યાર પછી તેઓ [[ગુજરાત]] માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. થાણા, ભરૂચ તથા ફરીવાર અમદાવાદ ફરજ બજાવ્યા બાદ એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું.<ref name ="વ્યાસ2012"/><ref name="ET-2013-06-10">{{cite web | url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/can-narendra-modi-follow-in-morarji-desais-footsteps/articleshow/20517337.cms | title=શું નરેન્દ્ર મોદી મોરારજી દેસાઈના પગલે ચાલી શકશે? | publisher=The Economic Times | date=૧૦ જૂન ૨૦૧૩<!--, 11.07AM IST--> | accessdate=૧૦ જૂન ૨૦૧૩ | author=Ajay Umat & Harit Mehta}}</ref> ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે [[અસહકારની ચળવળ]]માં ભાગ લીધો હતો. [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|સ્વતંત્રતા સંગ્રામ]] માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વનેતૃત્ત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથાઅને બાળા સાહેબ ખેરના પ્રધાનમંડળમાં તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાંમહેસૂલ (વિત્ત)પ્રધાન મંત્રીબન્યા તેમહતા. ખેડૂતોને ગૃહઋણરાહત, ગણોતનિયમન 'ફેમિન કોડ' નો સુધારો તથા ખેતીવાડી પ્રશિક્ષણ તેમના મહેસૂલ પ્રધાન તરીકેના કાર્યકાળના મહત્વના નિર્ણયો રહ્યા હતા.૧૯૩૯માં મંત્રીપદેથી રાજીનામું આપી અમદાવાદ ખાતે પ્રાંતિક સમિતિના મંત્રી તરીકે નીસંગઠનનાં જવાબદારીઓકાર્યો નિભાવીકર્યાં. 'ક્વિટ ઇન્ડીયા' આંદોલન વખતે વહેલી સવારે જ તેમની અન્ય આગેવાન કાર્યકરો સાથે ધરપકડ કરવામાં આવી હતી.<ref name ="વ્યાસ2012"/>
 
==રાજકીય જીવન ==
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દૂલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઈ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યનુ પાટનગર બન્યુ.