મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૪૬:
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|left|૧૯૩૭માં મોરારજી દેસાઇ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના તેમજ તાલુકામાં આવેલા [[ભદેલી દેસાઇ પાટી|ભદેલી]] ગામમાં થયો હતો. આ ગામ હાલમાં [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા (જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે) માં થયું. ત્યાર બાદ તેઓએ બાઇ અવાં બાઇ હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]] થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ [[ગુજરાત]] માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું.<ref name="પ્રકાશ ન. શાહ૧૯૯૭">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=દેસાઈ, મોરારજી રણછોડજી|last=શાહ|first=પ્રકાશ ન.|volume=ખંડ ૯ |year=૧૯૯૭|edition=1st |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૭૯૮૪૩૫-૭૯૯૪૩૯|oclc=248969185}}</ref><ref name="ET-2013-06-10">{{cite web | url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/can-narendra-modi-follow-in-morarji-desais-footsteps/articleshow/20517337.cms | title=શું નરેન્દ્ર મોદી મોરારજી દેસાઈના પગલે ચાલી શકશે? | publisher=The Economic Times | date=૧૦ જુન ૨૦૧૩<!--, 11.07AM IST--> | accessdate=૧૦ જુન ૨૦૧૩ | author=Ajay Umat & Harit Mehta}}</ref> ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે [[અસહકારની ચળવળ]]માં ભાગ લીધો હતો. [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|સ્વતંત્રતા સંગ્રામ]] માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.
 
==રાજકીય જીવન ==
લીટી ૫૪:
[[ઈન્દિરા ગાંધી]]એ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. ૨૪મી માર્ચે શ્રીદેસાઈના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. શ્રી દેસાઈની સરકારેદક્ષિણ એશિયાઈ પડોશી દેશો સાથેના સંબંધોને અગ્રતા આપી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરુઆત કરી તેમજ ૧૯૬૨નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. ચુંવાળીસમાં બંધરણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને ન્યાયિક કરવામાં આવ્યો. તેમ છતાં, જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગેના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. ચરણસિંહ પ્રકરણ અને અન્ય કટોકટીના કારણોસર ૧૫ જુલાઈ ૧૯૭૯ ના રોજ શ્રી દેસાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું. <ref name ="પ્રકાશ ન. શાહ૧૯૯૭"/>
 
=== નિવૃત્તિ અને મૃત્યુ ===
રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્રપરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. ૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે. <ref name ="પ્રકાશ ન. શાહ૧૯૯૭"/>શાહ૧૯૯
 
 
=== રો સાથેનાં સંબંધો ===
[[File:Officials of India welcome Jimmy Carter and Rosalynn Carter during an arrival ceremony in New Delhi, India - NARA - 177371.tif|300px|મોરારજી દેસાઈ (પહેલી હરોળમાં જમણેથી ત્રીજા) અમેરિકાનાં પ્રમુખ જીમી કાર્ટર સાથે (૧૯૭૧માં તેમની ભારત મુલાકાત દરમિયાન]]
 
== સામાજીક સેવા ==
મોરારજી દેસાઈ [[ગાંધીજી]]ના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ [[ગુજરાત વિદ્યાપીઠ]]નાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે [[અમુલ ડેરી|અમુલ]] સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.