અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રારંભિક જીવન/ થોડો ઉમેરો સંદર્ભ સાથે
કારકિર્દી ઉમેરો
લીટી ૬:
 
==પ્રારંભિક જીવન==
 
તેણીનો જન્મ [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]] ૧૯૪૩ના દિવસે [[દિલ્હી|દિલ્હી]] ખાતે થયો હતો. તેમના પિતા [[એચ. એમ. પટેલ]] (હિરુભાઈ) [[ભારત]]ના ભૂતપૂર્વ નાણામંત્રી હતા. તેમની માતાનું નામ સવિતાબેન હતું. પિતાની નિવૃત્તિ બાદ તેઓ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈથી લીધું. તથા બેચલર ઓફ વેટરનરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરીની પદવી મેળવી. ઈ.સ. ૧૯૬૫માં આણંદ ખાતે '[[અમૂલ]]'માં પશુ આહાર વિભાગમાં જોડાયાં.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૩૧૪ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref>
 
==કારકિર્દી==
વર્ષ ૧૯૬૫થી અમૂલ સાથે જોડાયા બાદ ઉતરોત્તર પ્રગતિ મેળવી વર્ષ ૨૦૦૫માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરપર્સન બન્યાં. આ ઉપરાંત પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની જવાબદારીઓ નિભાવી છે. તેઓ દિલ્હીની મધર ડેરીના સંચાલકમંડળના ચેરપર્સન, ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ધ ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રમુખ, મુંબઈના સોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી, હિમાચલ પ્રદેશ સરકારના આયોજનપંચના સભ્ય રહી ચૂક્યાં છે.<ref name ="વ્યાસ2012"/>
 
== સંદર્ભો ==