સમાજશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
expanded with source, Working...
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''સમાજશાસ્ત્ર''' એ વ્યક્તિના સામાજિક જીવનનો, વ્યક્તિઓથી બનેલા સમૂહજીવનની આંતરક્રિયાઓ અને આંતરસંબંધોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તે એક [[સામાજિક વિજ્ઞાન]] છે. તે સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને આવા અભ્યાસ દ્વારા જુદા જુદા બનાવો વચ્ચેના સંબંધો, કાર્યકારણ સંબંધો રજૂ કરી નવા સિદ્ધાંતો આપે છે.
'''સમાજશાસ્ત્ર''' એ સમાજનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વિવિધ પ્રયોગ કરીને સામાજિક સિધ્ધાંત રચતું [[વિજ્ઞાન]] છે. સમાજની રચના, સમાજના કાર્યો, સમાજ ઉપર અસર કરતા વિવિધ પરિબળો અને પરિસ્થિતિમાં સમાજ દ્વારા અપાતી પ્રતિક્રિયા વગેરે નો અભ્યાસ સામાજિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. સમાજ શાસ્ત્ર એ વ્યવહારિક વિજ્ઞાન છે અને સમાજની વિવિધ સમસ્યાને ઉકેલ મેળવવા સમાજશાસ્ત્ર ઉપયોગી છે. સમાજશાસ્ત્ર આધુનિક સમયમાં માનવ સમાજને અવરોધતી સમસ્યાઓ અને તેમનું નિવારણ સૂચવે છે તેમજ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે.
 
==વ્યાખ્યા==
સમાજશાત્રનો અંગ્રેજી શબ્દ 'સોસિયોલોજી' છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૮૩૨માં સમાજશાસ્ત્રી ઑગસ્ટ કૉમ્ટે કર્યો હતો. 'સોસિયોલોજી' શબ્દ બે શબ્દોનો બનેલો છે — લેટિન ભાષાનો શબ્દ 'સોસિયેશ' (અથવા 'સોસિયેટસ') જેનો અર્થ સાથી અથવા સત્યયોગી છે, અને [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] ભાષાનો શબ્દ 'લોગોસ' જેનો અર્થ શાસ્ત્ર થાય છે. આમ બન્ને શબ્દ મળી 'સોસિયોલોજી' (સમાજશાસ્ત્ર) એવો અર્થ થાય છે.<ref name= "વાઘેલા૨૦૧૫">{{cite book |last=વાઘેલા |first=અનિલ એસ. |title=સમાજશાત્રનો પરિચય |year=૨૦૧૫ |edition=તૃતિય |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |publication-place=અમદાવાદ |pages=૩–૪ |isbn=978-93-81265-50-5}}</ref>
 
કિંગ્સલે ડેવિસે સમાજશાત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે, "સમાજશાત્ર માનવસમાજનો અભ્યાસ કરે છે." તેમના મતે માનવીનું સમાજમાં મહત્ત્વ છે. માનવી પ્રાણીથી અલગ છે. માનવીની સંસ્કૃતિ અને માનવ પ્રાણીસમાજ કરતાં જુદો પડે છે. આથી સમાજશાત્રનું અભ્યાસવસ્તુ માનવસમાજ છે.<ref name= "વાઘેલા૨૦૧૫"/>
 
ઑગસ્ટ કોમ્ટ સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે જુએ છે. સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે ગણાવતાં તેઓ જણાવે છે કે, "સમાજશાસ્ત્ર સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન છે."<ref name= "વાઘેલા૨૦૧૫"/>
 
==સંદર્ભો==
{{reflist}}
 
{{સબસ્ટબ}}