ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{cleanup}} {{Taxobox | name = '''ખાખરો''' અથવા '''કેસૂડો''' | image = STS 001 Butea monosperma.jpg | image_width = 240px | image_capti...
 
નાનું robot Adding: hi:पलाश; cosmetic changes
લીટી ૧૦:
[[નવેંબર]] અથવા [[ડિસેંબર]]માં પાદડાં ખરવા માંડે અને [[જાન્યુઅરિ]]માં બધાં ખરી પડે. એપ્રિલ અથવા [[મે]] માસમાં નવાં પાન આવે.
 
== ઉપીયોગ ==
આ ઝાડ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. આ ઝાડમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં [[દોરડાં]] અને દેશી [[ચંપલ]] બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને [[કાગળ]] બને છે. તેનાં પાનનાં [[પતરાવાળાં]] બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ [[તેલ]] નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. [[બંદૂક]]નો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં ઝાડનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.
 
== ધર્મ માં ==
[[ચંદ્ર]]નું આ પવિત્ર ઝાડ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં ડાખળાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડાનો બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાવાળામાં જમવું પડે છે. તે પતરાવાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે. તેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.
 
== ઔષધ તરીકે ==
ખાખરો ઉષ્ણ, તૂરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક તથા ભગ્નસંધાનકારક છે. વ્રણ, ગુલ્મ, કૃતિ, પ્લીહા, સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરનાર કહેવાય છે. તેનાં સ્વાદુ, કડવાં, ઉષ્ણ, તૂરાં, વાતુલ, ગ્રાહક, શીતળ તથા તીખાં ફૂલ તૃષા, દાહ, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૂત્રકૃચ્છ્રનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ રુક્ષ, લઘુ, ઉષ્ણ તથા પાક કાળે તીખાં હોય અને કફ, વાયુ, કૃમિ કોઢ, ગુલ્મ, પ્રમેહ, અર્શ તથા શૂળના રોગ ઉપર વપરાય. તેનાં સ્નિગ્ધ, ઉષ્ણ અને તીખાં બીયાં કફ તથા કૃમિનો નાશ કરે છે.
 
== કવિતા ==
ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,<br />
સઘળી ખીલી છે વનવેલ;<br />
લીટી ૪૦:
</gallery>
 
== સ્ત્રોત ==
* ભગવદ્ગોમંડળ
* હિંન્દિ વિકિપીડિયા
 
[[de:Malabar-Lackbaum]]
[[en:Butea monosperma]]
[[es:Butea monosperma]]
[[hi:पलाश]]
[[ml:പ്ലാശ്]]
[[my:ပေါက် (သစ်ပင်)]]