મૌર્ય સામ્રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎પ્રશાસન: ભૂલ સુધાર
→‎પ્રશાસન: સાફ સફાઈ
લીટી ૯૩:
મૌર્ય કાળમાં પ્રાંત જનપદોમાં વિભાજીત હતા. જેની ચાર શ્રેણીઓ હતી : સ્થાનીય, દ્રોણમુખ, ખારવટિક અને સંગ્રહણ. જનપદનો પ્રધાન અધિકારી '' પ્રદેષ્ટા '' કહેવાતો. જ્યારે સંગ્રહણનો પ્રમુખ અધિકારી '' ગોપ '' કહેવાતો. ગોપ ઉપર સ્થાનીય અને તેની ઉપર ''નગરાધ્યક્ષ''નું પદ હતું. ‘સ્થાનીય’ અંતર્ગત ૮૦૦ ગામ, ‘દ્રોણમુખ’ના અંતર્ગત ૪૦૦ ગામ, ‘ખારવટિક’ અંતર્ગત ૨૦૦ ગામ તથા ‘સંગ્રહણ’ને અંતર્ગત ૧૦૦ ગામો રહેતાં.
;સ્થાનીય શાસન
મૌર્ય સામ્રાજ્યનો સૌથી નાનો એકમ ગામ હતું. ગામના પ્રમુખ પ્રશાસનિક પદાધિકારીને ''ગ્રામણી'' કહેવામાં આવ્તોઆવતો. પ્રત્યેક ગામમાં ગામના વરિષ્ઠ વ્યક્તિઓની બનેલી એક ગામ પરિષદ રહેતી જે પ્રશાસનમાં સહાયક ભૂમિકા ભજવતી.
 
મૌર્ય સામ્રાજ્ય જેવા વિસ્તૃત સામ્રાજ્યના નિભાવ-સંચાલન માટે ઘણા ધનની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. વાસ્તવમાં મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જ રાજસ્વ પ્રણાલીની રૂપરેખા ઘડાઈ હતી. જેનું વિસ્તારથી વિવરણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. {{sfn|झ एवं श्रीमाली|2009|p=216}}