લગ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 1.38.84.91 (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Replaced Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૯:
[[શ્રેણી:સમાજશાસ્ત્ર]]
[[શ્રેણી:પરિવાર]]
 
સોળ સંસ્કારો માહેલો બારમો લગ્ન સંસ્કાર અતિ મહત્ત્વનો છે. લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે અને સામાજિક જીવનના આધારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થાય છે. હિન્દુ ધર્મમાં ગૃહસ્થાશ્રમને બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કહ્યો છે. વિશ્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ રીતે લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે. લગ્ન માટે વિવાહ, પાણિગ્રહણ, પરિણય વગેરે શબ્દો પ્રચલિત છે.
 
ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર- કુટુંબના સ્ત્રી અને પુરુષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો હોય છે. લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે, પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે.
 
વિવાહ હીનાંગપૂર્તિ માટેનો સંસ્કાર છે. વિવાહ દ્વારા બે દ્વંદ્વ શક્તિઓનું વિધિવત્‌ જોડાણ થાય છે. સ્ત્રી વિના પુરુષ અધુરો છે અને પુરુષ વિના સ્ત્રી અધુરી છે. બન્નેનું વિધિવત જોડાણ બન્ને પાત્રોને પૂર્ણ બનાવે છે અને સૃષ્ટિનું રચનાત્મક કાર્ય આગળ વધે છે.
 
વિવાહને એક સામાજિક સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી ગૃહસ્થએ વંશ વિસ્તાર, ગૃહસ્થ વ્યક્તિએ નિત્ય કરવાના પંચ મહાયજ્ઞ તથા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો ગૃહસ્થોએ પૂરી કરવાની હોય છે. ગૃહસ્થોએ જીવનમાં રહેલી કામનાને નિયંત્રિત કરી સામાજિક સેવાકાર્યોની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું હોય છે. આપણી સંસ્કૃતિમાં લગ્નને એક યજ્ઞ માનવામાં આવ્યો છે.
 
મનુષ્યો ઉપર ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ - આ ત્રણ ઋણ હોય છે. યજ્ઞ-યાગાદિથી દેવઋણ, શાસ્ત્રોના અધ્યયનથી ઋષિઋણ અને પુત્રપ્રાપ્તિથી પિતૃઋણમાંથી મુક્ત થઇ શકાય છે. આ ઋણમાંથી મુક્તિ મેળવવા વિવાહ કરવા આવશ્યક છે. માટે હિન્દુ ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર માનવામાં આવ્યો છે.
 
માવન જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ છે. એ ધ્યેયને મેળવવા માર્ગમાં અંતરાયરૂપ થતી જન્મજન્માંતરથી જીવ સાથે જોડાયેલી વિષયવાસનાના વેગને મંદ પાડવા તથા સંસારમાંથી વૈરાગ્ય જગાડવા વિવાહ જરુરી બને છે. સંસારની મૃગજળવત્‌ રમણીયતા પાછળ રહેલા દુઃખો સમજણ વિના દેખાતા નથી. અગ્નિની ઉષ્ણતાનો અનુભવ કરનાર ફરીવાર અગ્નિમાં હાથ ન નાખે તેમ આભાસી સુખમાં રહેલી અસારતાને ઓળખવા શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમ કરવાનું કહ્યું છે.
 
આપણા શાસ્ત્રોમાં વિવાહના આઠ પ્રકાર ગણાવ્યા છે. બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ, આસુરી વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસી વિવાહ અને પિશાચી વિવાહ. જેમાં પ્રથમ ચારને ઉત્તમ અને છેલ્લા ચારને અધમ ગણવામાં આવ્યા છે.
 
૧. બ્રાહ્મ વિવાહ : કન્યાના પિતા વિદ્વાન તથા શીલસંપન્ન પુરુષનો વિધિ પૂર્વક સત્કાર કરી, તેની પાસેથી કંઇ લીધા વિના યથાશક્તિ દક્ષિણા સાથે વસ્ત્રાભૂષણોથી અલંકૃત કન્યાનું દાન કરે છે. આ વિવાહને સૌથી ઉત્તમ માનવામાં આવ્યા છે.
 
૨. દૈવ વિવાહ : સદ્‌ગુણી અને કર્મઠ વ્યકિતને વિધિપૂર્વક કન્યાદાન આપવું, તેને દૈવ વિવાહ કહેવાય છે.
 
૩. આર્ષ વિવાહ : આ વિવાહમાં કન્યાના પિતા પુરુષ પાસેથી ગાય, બળદ કે અન્ય વસ્તુ ધર્મપૂર્વક સ્વીકારી કન્યાદાન કરે છે.
 
૪. પ્રાજાપત્ય વિવાહ : કન્યા પુરુષ સાથે મળી ધાર્મિક તથા સામાજિક કર્તવ્યોમાં જેડાય તેવા ઉદ્દેશથી કરાતું કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે.
 
ઉપર્યુક્ત ચાર પ્રકારના વિવાહને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. એમાં અલંકારોથી સુસજ્જિત કન્યાનું દાન ધર્મપૂર્વક કરવામાં આવે છે. આ ચાર પ્રકારના વિવાહોમાં ઉપલક ભેદ છે, પાયાના કોઇ ભેદ જણાતા નથી. ચારેય પ્રકારમાં યોગ્ય પતિની પસંદગી, કન્યાદાન તથા પૂર્ણ ધાર્મિક વિધિ થાય છે તથા સામાજિકતા, ધાર્મિકતા અને સંસ્કારિતતાના દર્શન થાય છે. આથી આ પ્રકારના વિવાહો સર્વને માટે સુખદાયી નીવડે છે.
 
૫. આસુરી વિવાહ : કન્યા વિક્રય અથવા પુરુષ વિક્રય કરી (દહેજની લેવડ-દેવડ કરી)કરાતા લગ્નને આસુરી વિવાહ કહેવામાં આવે છે.
 
૬. ગાંધર્વ વિવાહ : પુરુષ તથા સ્ત્રી પરસ્પરની પસંદગીથી પ્રેમભાવને વશ થઇ કરાતા કામોપભોગને ગાંધર્વ વિવાહ કહે છે.
 
૭. રાક્ષસી વિવાહ : કન્યાનું અપહરણ કરી તેની અનીચ્છા હોવા છતાં કરાતા લગ્નને રાક્ષસી લગ્ન કહે છે.
 
૮. પિશાચી વિવાહ : ગાઢ નિદ્રામાં સુતેલી, મદ્યમત તથા બેભાન અવસ્થામાં પડેલી કન્યા સાથેનો કામોપભોગ પિશાચી વિવાહ કહેવાય છે.
 
આ ઉપરાંત પુરાતન કાળમાં બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત હતી. બહુપત્નીત્વની પ્રથા રાજાઓ, અમાત્યો તથા શ્રેષ્ઠીઓની શ્રીમંતાઇની પ્રતિષ્ઠા મનાતી. કોઇ વખત પુરુષ નિઃસંતાનત્વને કારણે બીજા વિવાહ કરતો. પ્રથમ પતિ-પત્નીના મૃત્યુ પછી પણ બીજા વિવાહ કરવામાં આવતા. તેમજ આજના સમયમાં સમાજમાં મૈત્રીકરાર પ્રથા પ્રચલિત જોવા મળે છે.
 
વિવિધ સંસ્કૃતિ તથા રીત-રીવાજ મુજબ સમાજમાં આજે સગાઇથી માંડીને વિવાહ સુધીની પ્રક્રિયામાં અનેક પ્રકારના વિધિ-વિધાન જોવા મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કન્યા તથા વરની પસંદગી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી જોવા મળે છે. સગાઇ દરમિયાન અથવા વિવાહ દરમિયાન થતી વિધિઓ અનેક રહસ્યોયુક્ત હોય છે. મંડપ સ્થાપન, પીઠી ચોળવી, પોંખણા, હસ્તમેળાપ, છેડાછેડી, કંસારની વિધિ, કન્યાદાન, હોમ, ફેરા, સપ્તપદી વગેરે વિધિના રહસ્યોને સમજીને જો અમલમાં મુકવામાં આવે તો દાંપત્યજીવન મધુર બની રહે છે.
 
લગ્ન વિધિની સમજણ
 
લગ્ન પ્રસંગે થતી વિધિઓ અવાર-નવાર નિહાળીયે અને સાંભળીયે છીએ, પરંતુ એ વિધિનો મર્મ શું છે ? તે આપણે જાણતા હોતા નથી. વરરાજા પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વિધિ વખતે બ્રાહ્મણ લાકડાનો બનાવેલો નાનો રવઇયો, મુશળ ધુસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે. આ દરેક વિધિઓ પાછળ સુંદર અર્થો રહેલા છે, જે ટુંકમાં અહીં જોઇએ. ષ્ઠ
 
લગ્ન :- બે વિજાતિય દેહના વિધિ પૂર્વકના જોડાણને લગ્ન કહે છે. પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. જેનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે એ જ ખરા લગ્ન છે.
 
વરઘોડો :- ઇન્દ્રિયો રુપી ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.
 
પોંખણું :- વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઇ, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે. તેનો અર્થ આ પ્રમાણે છે.
 
રવઇયો :- માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ દાંપત્ય જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.
 
મુશળ :- વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી, પ્રેમ પ્રગટાવવાનું કહે છે.
 
ધુંસરી :- સંસાર રુપી રથને પતિ-પત્ની રુપી બે ચાલકો છે. આ બંને ચાલકો શિલ અને સંયમના ચીલામાં સમાંતર રુપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થાય, એમ કહેવા માગે છે.
 
તરાક :- લગ્ન જીવન રેટિંયા જેવું છે. પતિ-પત્ની રુપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહ રુપી સુતર નીકળે એમ કહેવાનો મતલબ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે. એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.
 
સંપુટ :- વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું, આજથી મારા એકલાની આશા, ઇચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહિં ભાંગીને ભુક્કો કરું છું. હવેથી અમારા બંનેની આશા, ઇચ્છા અને અરમાનો એક હશે અને તે પ્રમાણે જ સાથે મળી જીવન યાત્રા કરીશું.
 
વરમાળા :- ફૂલના હારથી વર-કન્યા અરસ પરસનું સ્વાગત કરે છે, પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.
 
હસ્તમેળાપ :- લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ (પાણિ) મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના હૈયામાં આત્મિયતા પ્રગટે છે. સાથોસાથ જાનૈયા-માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.
 
મંગળ ફેરા :- લગ્નના ચાર ફેરા એ પુરુષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરુષાર્થઃ (૧) ધર્મ-ધર્મ પાળવો પળાવવો, (૨) અર્થ-પૈસા કમાવા, (૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો, આ ત્રણેમાં પુરુષ આગળ હોય છે અને પત્ની એને અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો (૧) ધર્મઃ- સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં-સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળે છે. (૨) અર્થ :- પતિ કમાઇને પૈસા લાવે તેનાથી પત્ની ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. (૩) કામ :- સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે. વંશવૃદ્ધિ અર્થે એ હંમેશા પતિને અનુસરે છે.
 
આ ત્રણેય - ધર્મ, અર્થ અને કામ એ પતિ-પત્નીની ઇચ્છાનુસાર થઇ શક્તા પુરુષાર્થો છે. જ્યારે ચોથો ફેરો મોક્ષ એ કોઇની ઇચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, વડિલો પ્રત્યેનો આદર, સેવા-સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરુણા તથા સંતાનો પ્રત્યે સમતા-મમતા. આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે તે મોક્ષના માર્ગ પર પુરુષ કરતા આગળ છે અને એટલે લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.
 
સપ્તપદી :- આ શ્લોકો ગોરબાપા બોલતા હોય છે. એ દ્વારા વર-કન્યા અરસ-પરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના કોલ આપે છે.
 
મંગલાષ્ટક :- લગ્નવિધિ પૂરો થતાં ગોરબાપા નવદંપતિને આશિર્વાદ આપતા શ્લોકો બોલે છે અને તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓ કરે છે.
 
રામ દિવડો :- વિદાય વખતે કન્યાની મા પ્રગટાવેલ દિવડો હાથમાં લઇને વિદાય આપવા આવે છે. આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દિકરી ! તેં તારી સેવા, સુશ્રુષા અને સદ્‌ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ હવે તું એ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.
 
(શાસ્ત્રોમાં ક્યાંક વિવાહ સંસ્કાર પછી અગ્ન્યાધાન સંસ્કારનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંસ્કારને પણ સોળ સંસ્કાર અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.)
"https://gu.wikipedia.org/wiki/લગ્ન" થી મેળવેલ