વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
{{Ping|Sushant savla}},{{Ping|KartikMistry}},{{Ping|Gazal world}},{{Ping|Dsvyas}},{{Ping|Nizil Shah}},{{Ping|Vijay B. Barot}}
*વિકિપીડિયાને સેન્સર કરવાનો કોઈ પણ પ્રયત્ન ચલાવી ન લેવો જોઈએ. મેં પોતે જ આવા ઘણા ધર્મોના પૃષ્ઠો અંગ્રેજી પર ભાષાંતરથી બનાવ્યાં છે. ધર્મ એ બીજું કંઈ નહિ પરંતુ અમુક સિદ્ધાંતો અને વિચારોનો સમૂહ છે. જેમ કોઈક વિચાર ટીકાથી પર ના હોય તેમ જ ધર્મ કે ધાર્મિક વ્યક્તિ ટીકાથી પર નથી. અંગ્રેજી વિકિ પર પોલિસી છે કે [[:en:WP:NOTCENSORED|વિકિપીડિયા સેન્સર્ડ નથી]] અને અહીં [[:en:WP:OM|ઠેસ લાગે તેવી સામગ્રી હોઈ શકે]]. ધર્મ અને રાજનીતિની લાગણીઓ દુભાય તેથી પૃષ્ઠને ડિલીટ કરવા તે વિકિની નીતિઓ વિરુદ્ધ છે. —[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૧:૩૧, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
 
વિકિપીડિયાને સેન્સર કરવામાં ના આવે તો અહી તો કોઈ પણ વ્યક્તિ કશું પણ લખી નાખશે ,ગાળો પણ લખી નાખશે તો શું એ ચલાવી લેવામાં આવશે? તમે ટીકા કરો એની નાં નથી પણ ભાષાનો વિવેક તો હોવો જોઈએ કે નહિ? તમે કહો છો તમે અનુવાદ કર્યા છે , શું એ સાચા અનુવાદ છે તમે કેવા શબ્દો વાપર્યા છે એનું ભાન છે?તમે લોકોને જ્ઞાન મળે એ લખવા આવ્યા છો કે લોકોમાં શંકા કુશંકા જન્મે અને વાદ વિખવાદ જન્મે એ માટે આવ્યા છો.ભાઈ તમે જે કઈ ધર્મ,જ્ઞાતિ,સંપ્રદાય કે રાજકીય વિચારધારામાં માનતા હોવ એનાથી કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ તમે તટસ્થતા છોડી તમારી અંદરનો દ્રેષ બહાર કાઢો એ પણ વિકિપીડિયાના નામે તો એ ના ચાલે.હું સંપાદક શ્રીઓને વિનંતી કરું છું કે તેઓ યોગ્ય નિર્ણય કરે.આભાર. --92saeedshaikh ૨૧:૪૨, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
૧૧૫

edits