જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૩:
 
ઓક્ટોબર ૧૯૨૦માં ૧૮ વર્ષીય જયપ્રકાશના લગ્ન વ્રજકિશોર નારાયણની ચૌદ વર્ષીય પુત્રી પ્રભાવતી દેવી સાથે થયા.<ref name=Das2005p239>{{cite book |title=Jayaprakash Narayan: A Centenary Volume |first=Sandip |last=Das |publisher=Mittal Publications |year=2005 |isbn=978-81-8324-001-7 |page=239 |url=https://books.google.com/books?id=U9U0LiT3dtMC&pg=PA239 }}</ref>તેમના લગ્ન બાદ જયપ્રકાશ પટના રહેતા હતા આથી તેમનાં પત્ની માટે તેમની સાથે રહેવું શક્ય નહોતું. [[ગાંધીજી]]ના આમંત્રણથી પ્રભાવતી દેવી [[અમદાવાદ]] ખાતેના [[સાબરમતી આશ્રમ]]માં અંતેવાસી તરીકે જોડાયા.<ref>{{cite book |title=Jayaprakash Narayan: His Life and Mission |first=Das |last=Ratan |publisher=Sarup & Sons |year=2007 |isbn=978-81-7625-734-3 |page=7 |url=https://books.google.com/?id=rdekxv8HsvMC&lpg=PA7&dq=JayaPrakash%20Narayan%20children&pg=PA18}}</ref>
 
==અમેરીકામાં ઉચ્ચ શિક્ષણ==
વિદ્યાપીઠનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જયપ્રકાશે આગળનો અભ્યાસ [[અમેરિકા]]માં કરવાનું વિચાર્યું.<ref name=Das2005p239>{{cite book |title=Jayaprakash Narayan: A Centenary Volume |first=Sandip |last=Das |publisher=Mittal Publications |year=2005 |isbn=978-81-8324-001-7 |page=239 |url=https://books.google.com/books?id=U9U0LiT3dtMC&pg=PA239 }}</ref>૨૦ વર્ષની ઉંમરે જયપ્રકાશ માલવાહક જહાજ ''જાનસ'' દ્વારા અમેરીકા રવાના થયા જ્યારે પ્રભાવતી સાબરમતી આશ્રમમાં જ રોકાયા. ૮ ઓક્ટોબર ૧૯૨૨ના રોજ તેઓ કેલિફોર્નિયા પહોંચ્યા અને જાન્યુઆરી ૧૯૨૩માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કેલી ખાતે પ્રવેશ મેળવ્યો.<ref name="ie">{{cite news |last1=Chishti |first1=Seema |title=Jayaprakash Narayan: Reluctant messiah of a turbulent time |url=http://indianexpress.com/article/explained/jayaprakash-narayan-emergency-congress-jp-movement-emergency-in-india-indira-gandhi-sampoorna-kranti-4884241/ |accessdate=11 June 2018 |publisher=The India Express |date=11 October 2017}}</ref> અહીં તેમણે [[રસાયણ શાસ્ત્ર]]માં પ્રવેશ મેળવ્યો<ref>{{Cite book|url=https://hdl.handle.net/2027/coo.31924064686276?urlappend=%3Bseq=739|title=Register – University of California: 1922/1923|last=|first=|publisher=University of California Press|year=1923|isbn=|location=Berkeley, California|page=227}}</ref> પરંતુ પ્રથમ સત્ર પુરૂ થયા બાદ ફીમાં બમણો વધારો થવાના કારણે તેઓ આયોવા વિશ્વવિદ્યાલય ખાતે સ્થળાંતરીત થવા મજબૂર બન્યા. ત્યારબાદ તેઓ એકપછી એક વિશ્વવિદ્યાલય બદલવા માટે વિવશ થતા રહ્યા. આખરે ''પ્રો. ઍડવર્ડ એ રોસ''ની મદદથી પોતાના પસંદગીના વિષય સમાજશાસ્ત્ર સાથે આગળ વધ્યા.
 
આ દરમિયાન જયપ્રકાશ કાર્લ માર્ક્સના પુસ્તક ''દાસ કેપીટલ''ના પરીચયમાં આવ્યા. ૧૯૧૭ની રશિયન ક્રાન્તિની સફળતા પરથી જયપ્રકાશ એ તારણ પર આવ્યા કે માર્ક્સવાદએ જનસામાન્યના દુ:ખોને ઓછા કરવાનો રસ્તો છે. તેઓ ભારતીય બૌદ્ધિક અને કમ્યુનિસ્ટ સિદ્ધાંતકાર એમ.એન.રોયના પુસ્તકોથી પણ પ્રભાવિત થયા.
 
 
== આ પણ જુઓ ==