લૂઈ ૧૬મો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર
→‎જીવન: કડી
લીટી ૨૯:
લૂઈના જન્મનું નામ લૂઈ-ઑગસ્ટ હતું. તેનો જન્મ ૨૩ ઑગસ્ટ ૧૭૫૪ના રોજ વર્સેલ્સ, ફ્રાન્સમાં થયો હતો. તેણે ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ચિત્રકામ, સંગીત અને વિદેશી ભાષાઓનું શિક્ષણ લીધું હતું. ૧૭૬૫માં તેના પિતા અવસાન થવાથી તે ફ્રાન્સનો યુવરાજ (પાટવી કુંવર) બન્યો હતો. તેનાં લગ્ન ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ પહેલાની રાજકુંવરી મેરી આન્ત્વાનેત સાથે થયાં હતાં. ૧૦ મે ૧૭૭૪ના રોજ તેના દાદા લૂઈ ૧૫માનું અવસાન થવાથી તે લૂઈ ૧૬મા તરીકે ગાદીએ બેઠો હતો.<ref name="શુક્લ૨૦૦૪">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|title=લૂઈ ૧૬મો|last=શુક્લ|first=જયકુમાર ર.|volume=ખંડ ૧૮|date=જાન્યુઆરી ૨૦૦૪|edition=પ્રથમ|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|location=અમદાવાદ|page=૮૨૩|oclc=552367195}}</ref>
 
તેના શાસન દરમિયાન ફ્રાન્સમાં નાણાકીય મુશ્કેલીઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. તે નબળો અને અસ્થિર વિચારો ધરાવતો હોવાથી કોઈ ર્દઢ નીતિ અનુસરવાને બદલે તેણે એક પછી એક નાણામંત્રીઓ બદલ્યા હતા, પરિણામે નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થયો હતો, અને પ્રજા તરફથી ઉદાર સુધારાની માંગણીઓ વધી હતી. મે ૧૭૮૯માં તેણે [[એસ્ટેટ્સ જનરલની સભા (૧૭૮૯)|એસ્ટેટ્સ જનરલની સભા]] વર્સેલ્સમાં બોલાવી હતી, જે અગાઉ ૧૭૫ વર્ષથી બોલાવવામાં આવી નહોતી. એ સાથે જ ફ્રેન્ચ ક્રાંતિ ગતિમાન થઈ હતી.<ref name="શુક્લ૨૦૦૪"/>
 
એસ્ટેટ્સ જનરલની સભા દરમિયાન તેણે ત્રીજી એસ્ટેટના પ્રતિનિધિઓ—જેમાં આમજનતાનો સમાવેશ થતો હતો—ની તરફેણ કરી નહોતી, અને રૂઢિચુસ્તો (પહેલી અને બીજી એટેટ્સના પ્રતિનિધિઓ) પ્રત્યે વધુ ધ્યાન આપ્યું હતું, તેમજ સુધારાની ચળવળ કચડી નાખવા માટે લશ્કરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.<ref name="શુક્લ૨૦૦૪"/>