હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Eshu chabhadiya (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''હિંદુ ધર્મ''' ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે.
 
હિંદુ ધર્મ, અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. ૯૨ કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, [[ખ્રિસ્તી]] અને[[ ઇસ્લામruઇસ્લામ]] પછી દુનિયાને ત્રીજો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગના અનુયાયી [[ભારત]] તેમજ [[ નેપાળ]]માં વસે છે અને તે સિવાય [[બાંગ્લાદેશ]], [[ ઈંડોનેશિયા]], [[પાકિસ્તાન]], મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકા, [[ગુયાના]], [[ટ્રિનિદાદ અને ટોબેગો]] તથા [[સુરીનામ]]માં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
 
હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને [[સ્મૃતિ]]માં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. પરંપરાગત દ્રષ્ટિએ આ ગ્રંથોમાંથી [[વેદ]] તેમજ [[ઉપનિષદ]]ને સૌથી વધુ મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધિકારિક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે [[રામાયણ]] અને [[મહાભારત]]નો સમાવેશ થાય છે. ભગવદ્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને બધા વેદોનો સાર માનવામાં આવે છે.