આપખુદશાહી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્
Content deleted Content added
'''આપખુદશાહી''' અથવા '''એકતંત્ર''' (એકતંત્રી શાસ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૦૦:૪૨, ૩ જાન્યુઆરી ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

આપખુદશાહી અથવા એકતંત્ર (એકતંત્રી શાસન) (અંગ્રેજી: Autocracy; ઑટોક્રેસી) રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ રાજાશાહી કે સરમુખત્યારશાહી સ્વરૂપની હોય છે.[૧]

સંદર્ભો

  1. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૪. ISBN 978-93-85344-46-6.