પેરેલિસિસ (નવલકથા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અંગ્રેજી વિકિમાંથી અપડેટ.
અપડેટ.
લીટી ૩૬:
 
== કથા ==
નવલકથાનું મુખ્ય પાત્ર પાકટ વયના વિધુર પ્રોફેસર અરામ શાહ છે, જેમને પક્ષાઘાત (પેરેલિસિસ)નો હુમલો થતા તેઓ સતત સહચાર અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી નર્સ આશિકા દીપની સંભાળ હેઠળ આવે છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુઓ એકબીજા સાથે આ નવલકથામાં સ્વાભાવિક રીતે જોડાતા રહે છે.<ref name="gsk" /> અરામ શાહની પત્ની બીજા બાળકના જન્મ સમયે મૃત્યુ પામી છે અને તેમણે તેમની પુત્રી મારિશાને એકલા ઉછેરી છે. નવલકથાના પ્રારંભે તે પર્વતીય સ્થળની મુલાકાતે છે અને તેમને આવેલા ત્રણ સ્વપ્નોનો વિચાર કરતા જાગે છે: ઘરડો સિંહ; જંતુનાશક દવાનો છંટકાવ કરેલો એક મહેલ; અને બરણીમાં બાળગર્ભ રાખેલું એક સંગ્રહાલય. તેમની લાગણીની તીવ્રતાઓ તેમને પક્ષાઘાતનો હુમલો આપે છે અને તેઓ લકવો પામેલા સ્વરૂપે નાની હોસ્પિટલમાં જાગે છે જ્યાં તેમની સારસંભાળ આશિકા લે છે. ત્યાં તેઓ તેમની પુત્રીના મૃત્યુને યાદ કરે છે, જે એક ખ્રિસ્તી જ્યોર્જ વર્ગીસને પરણી છે અને પછી આત્મહત્યા કરે છે. આ દુ:ખ તેમને પર્વતીય સ્થળ તરફ દોરે છે, જ્યાં નવલકથાની શરૂઆત થાય છે. આશિકા પણ તેના ભૂતકાળની યાદો હેઠળ દબાયેલી છે અને વિધવા છે. તે પણ અરામની સમકક્ષ વયની છે અને બંને એકબીજાના દુ:ખમાં નવુ જીવન શોધવાનું પ્રયત્ન કરે છે. અરામને ટૂંક સમયમાં જ રજા મળે છે, અને તે આશિકાને મળી શકતો નથી. તે ઘરે પાછો ફરવાની જગ્યાએ જ્યાં તેને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો તે સ્થળે પાછો આવે છે અને ત્યાં ફરે છે.<ref name="KMGeorge1997"/>
 
=== પાત્રો ===
લીટી ૪૪:
* આશિકા દીપ{{snd}}મિશનરી હોસ્પિટલમાંની નર્સ
 
== પુરસ્કાર, પ્રસિદ્ધિ અને વિવેચન ==
૧૯૬૮માં આ નવલકથા માટે તેમને [[ગુજરાત સરકાર]] તરફથી ત્રીજા ઇનામનો અડધો ભાગ એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.<ref name=zazi>{{cite web|url=http://www.zazi.com/yayavar/yayavar/vartalap/cbaxi.htm|title=Virtual "VartaLaapa" With Chandrakant Baxi|access-date=૨૬ ઓક્ટોબર ૨૦૧૯}}</ref>
 
પેરેલિસિસનું ભાષાંતર મરાઠી, રશિયન અને અંગ્રેજી ભાષાઓમાં થયું હતું. તે બોમ્બે યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવાઇ હતી. તેની મરાઠી આવૃત્તિ એસ.એન.ડી.ટી.ના બી.એ.ના અભ્યાસક્રમમાં પુસ્તક તરીકે હતી. બોમ્બે ટી.વી.એ આ નવલકથા પરથી નાટ્ય રૂપાંતરણ કર્યું હતું.<ref name="MahetāMārū2005"/>
 
''પેરેલિસિસ'' એકલતા, હાર, અનાસક્તિ અને થાક જેવા વિષયોનો સમાવેશ કરે છે. ગુજરાતી વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાલાએ નવલકથાને તેના "અસરાત્મક વર્ણન" માટે વખાણી છે.<ref name="KMGeorge1997"/>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
[[શ્રેણી:નવલકથા]]