નેપોલિયન બોનાપાર્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
no needed
લીટી ૩૫:
'''નેપોલિયન બોનાપાર્ટ''' ({{IPAc-en|n|ə|ˈ|p|oʊ|l|i|ən|,_|-|ˈ|p|oʊ|l|j|ən}};<ref>[http://dictionary.reference.com/browse/napoleon "Napoleon"]. ''[[Random House Webster's Unabridged Dictionary]]''.</ref> {{IPA-fr|napɔleɔ̃ bɔnapaʁt|lang}}, જન્મે '''નેપોલિયન ડિ બોનાપાર્ટ-Napoleone di Buonaparte'''; [[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]] ૧૭૬૯&nbsp;– [[મે ૫|૫ મે]] ૧૮૨૧) ફ્રેન્ચ લશ્કરી વડો અને શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. '''નેપોલિયન પહેલા (Napoleon I)''' તરિકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રેન્ચ) પદે રહ્યો.
 
નેપોલિયને લગભગ બે દાયકા સુધી [[યુરોપ]]માં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.<ref>{{cite book|author=Charles Messenger, ed. |title=Reader's Guide to Military History|url=http://books.google.com/books?id=VT7fAQAAQBAJ&pg=PA391|year=2001|publisher=Routledge|pages=391–427|isbn=9781135959708}}</ref>.
 
બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા:
 
<blockquote>The ideas that underpin our modern world—meritocracy, equality before the law, property rights, religious toleration, modern secular education, sound finances, and so on—were championed, consolidated, codified and geographically extended by Napoleon. To them he added a rational and efficient local administration, an end to rural banditry, the encouragement of science and the arts, the abolition of feudalism and the greatest codification of laws since the fall of the Roman Empire.<ref> Andrew Roberts, ''Napoleon: A Life'' (2014), p. xxxiii.</ref></blockquote>
 
નેપોલિયનનો જન્મ કોર્સિકા નામના [[ફ્રાન્સ]]ના એક ટાપુ પર એક વિનમ્ર ઈટાલિયન ઉમરાવ કુટુંબમાં થયો હતો (કોર્સિકા ટાપુ ભલે ફ્રાન્સના તાબા હેઠળ આવતો હોય પરંતુ તે ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે [[ઈટાલી]]ની વધુ નજીક છે). તેના પૂર્વજો લગભગ ૧૬મી સદીમાં આ ટાપુ પર આવીને વસ્યા હતા. તે સારું ભણેલો ગણેલો હતો અને વાંચનનો શોખીન હતો, તેની ફ્રેન્ચ બોલી ભારે કોર્સિકન ઉચ્ચારણોવાળી હતી. તે ઉદ્દામવાદ કે સુધારણાવાદનો હિમાયતિ હતો. તેની લશ્કરી કળા ફ્રાન્સના પ્રથમ ગણતંત્ર (ફ્રેન્ચ ફર્સ્ટ રિપબ્લિક) દરમ્યાન ખૂબ ત્વરાથી ઉભરી આવી. ફ્રેન્ચ ક્રાંતિ દરમ્યાન દુશ્મનોના સંગઠનોની સામે થયેલા ઈટાલિયન અને [[ઇજિપ્ત|ઇજિપ્શિયન]] યુદ્ધોમાં તેની કિર્તિ વ્યાપી રહી..