નેપોલિયન બોનાપાર્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
notelist
પેજ
લીટી ૩૮:
 
==શરૂઆતનું જીવન==
નેપોલિયનનો જન્મ ૧૫ ઑગસ્ટ ૧૭૬૯ના રોજ કોર્સિકાના અજેસિયો શહેરમાં એક સામાન્ય સ્થિતિના બોનાપાર્ટ કુટુંબમાં થયો હતો. બોનાપાર્ટો મૂળ [[ઈટાલી]]<nowiki>ના</nowiki> હતા, પરંતુ વર્ષોથી તેઓ કોર્સિકામાં રહેતા હતા. નેપોલિયનના જન્મના થોડા જ સમય પહેલાં જિનોઆએ કોર્સિકા ટાપુ ફ્રાન્સને વેચ્યો હતો તેથી તેઓ ફ્રાન્સના પ્રજાજનો બન્યા હતા.<ref name="ભટ્ટ૨૦૧૬">{{cite book|last=ભટ્ટ|first=દેવેન્દ્ર|title=યુરોપનો ઈતિહાસ (૧૭૮૯–૧૯૫૦)|year=૨૦૧૬|edition=સાતમી|orig-year=૧૯૭૨|publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]]|publication-place=અમદાવાદ|page=૫૪–૫૦૫૪–૯૧|isbn=978-93-81265-89-5}}</ref>
 
બોનાપાર્ટો ઉમરાવ કુટુંબના હોવા છતાં શ્રીમંત ન હતા. આથી તેમણે કિશોર નેપોલિયનને બ્રિયેન તથા [[પૅરિસ]]<nowiki>ની</nowiki> લશ્કરી શાળાઓમાં ધર્માદા શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરવા મોકલ્યો હતો. પરિણામે તે બંને જગ્યાએ તેને શ્રીમંત વિદ્યાર્થીઓ તરફથી ઉપેક્ષા અને ઉપહાસ સહન કરવા પડ્યા હતાં. આને કારણે તે શરૂઆતથી જ ગંભીર, અતડો અને અધ્યયનપ્રિય વિદ્યાર્થી બન્યો હતો. ઈતિહાસ, ભૂગોળ અને ગણિતશાસ્ત્ર તેના પ્રિય વિષયો હતા; તે ઉપરાંત સાહિત્ય, રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં પણ તેને ઊંડો રસ હતો. ૧૬ વર્ષની વયે તેણે લશ્કરી શાળા છોડી અને તે લશ્કરી તોપદળના લેફ્ટનન્ટ તરીકે ભરતી થયો. પરંતુ પોતાની માતૃભૂમિ કોર્સિકા તરફ તેને તીવ્ર આકર્ષણ હોવાથી તે વારંવાર લાંબી રજાઓ પર કોર્સિકા ચાલ્યો જતો. આવી અનિયમિતતાને કારણે તેને થોડા જ સમયમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો. [[ફ્રાન્સની ક્રાંતિ]] દરમિયાન કેટલાક ઉમરાવો પરદેશ ચાલ્યા જતાં લશ્કરમાં જગ્યાઓ ખાલી પડી. આથી નોકરીની શોધમાં તે ૧૭૯૨માં ફરી ફ્રાન્સ આવ્યો. અહીં તેણે ક્રાંતિના કેટલાક મહત્ત્વના બનાવો (રાજમહેલ પર પૅરિસના ટોળાઓનું આક્રમણ, સપ્ટેમ્બરની કત્લેઆમ વગેરે) નજરે નિહાળ્યા અને તેની સહાનુભીતિ જેકોબિન વિચારસરણી અને જેકોબિન પક્ષ{{Efn|ક્રાંતિ સમયે ફ્રાન્સમાં ડાબેરી પક્ષના સભ્યો (કે જેઓ ક્રાંતિ દ્વારા રાજાશાહીનો અંત લાવી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરવા માંગતા હતાં) બે જૂથમાં વહેંચાયેલાં હતાં. પ્રથમ જૂથ 'જેકોબિન જૂથ' તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં તેમની નીતિ નરમ હતી, પણ ક્રાંતિની પ્રગતીની સાથે તેમની નીતિ ઉગ્ર બનવા માંડી હતી, અને ધીરેધીરે આ જૂથ ખૂબ જ શક્તિશાળી બની ગયું હતું. બીજું જૂથ 'જેરોન્ડિસ્ટ જૂથ' તરીકે ઓળખાતું હતું આ જૂથના સભ્યોની સંખ્યા જેકોબિન જૂથના સભ્યોની સંખ્યા કરતાં વધારે હતી. તેમનામાં એકતા અને એકરૂપતા ન હતી છતાં તેઓ ક્રાંતિમાં શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ માનતા હતા કે ક્રાંતિને સફળ બનાવવી હોય તો ક્રાંતિના વિરોધી પરિબળોનો સંપૂર્ણ નાશ જરૂરી છે.<ref name="શેઠ૨૦૧૪">{{cite book|last=શેઠ|first=સુરેશ ચી.|title=વિશ્વની ક્રાંતિઓ (ઐતિહાસિક દ્રષ્ટિએ)|year=૨૦૧૪|edition=પાંચમી|orig-year=૧૯૮૮|publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]]|publication-place=અમદાવાદ|pages=૪૨–૪૩|isbn=978-93-82165-87-1|ignore-isbn-error=true}}</ref>}} તરફ વધી અને તે જેકોબિન પક્ષમાં જોડાયો.<ref name="ભટ્ટ૨૦૧૬"/>