ચિતરંજનદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતીચોકઠું
લીટી ૨૬:
'''ચિતરંજનદાસ''' ([[બંગાળી ભાષા]]:চিত্তরঞ্জন দাস Chittorônjon Dash), ([[નવેમ્બર ૫|૫ નવેમ્બર]] ૧૮૭૦ - [[જૂન ૧૬|૧૬ જૂન]] ૧૯૨૫) [[પશ્ચિમ બંગાળ|બંગાળ]]નાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા. તેઓ "દેશબંધુ" ના નામે પણ જાણીતા હતા.
 
==જીવન પરિચય==
ચિતરંજનદાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ, [[ઢાકા]]ના પ્રખ્યાત દાસ પરીવારમાં [[કલકત્તા]] ખાતે થયો હતો. દાસ પરીવાર ''બ્રહ્મ સમાજ''ના સભ્ય હતા. ચિતરંજન, ભુવન મોહન દાસના પુત્ર અને બ્રહ્મ સમાજ સુધારક દુર્ગા મોહન દાસના ભત્રીજા હતા. તેમના પિતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર હતા જેમણે અંગ્રેજી ચર્ચ સાપ્તાહિક ''ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયન''નું સંપાદન કર્યું. તેમણે બસન્તી દેવી (૧૮૮૦–૧૯૭૪) સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો હતાં; અપર્ણા દેવી (૧૮૯૮–૧૯૭૨), ચિરરંજન દાસ (૧૮૯૯–૧૯૨૮) અને કલ્યાણી દેવી(૧૯૦૨–૧૯૮૩).
 
ચિતરંજન દાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો. ૧૮૯૦મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા.
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]